તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 26 Year Old Sarpanch Bhakti Sharma In Top 100 Famous Women

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USમાં લાખોની નોકરી ઠુકરાવી બની સરપંચ, હવે 'TOP 100 WOMEN' માં સામેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલઃ ગત વર્ષે માર્ચમાં એક ગામની સરપંચ બનીને નામ કરનારી 26 વર્ષીય ભક્તિ શર્મા હવે ભારતની 100 સૌથી લોકપ્રિય મહિલાઓમાં સામેલ થઈ ગઈ છે. અમેરિકાનાં ટેક્સાસમાં લાખોની નોકરી ઠુકરાવા તેણે પોતાનાં ગામની માવજત કરવાની જવાબદારી લીધી છે.
જાણો ભક્તિ શર્માને કઈ એજન્સિએ ટોપ 100ની યાદીમાં રાખી છે...

ભક્તિ શર્માને ભારત સરકારે મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયે ફેમસ મહિલાઓની ટોપ 100ની યાદીમાં રાખી છે. મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયે ફેસબુક દ્વારા પબ્લિક નોમિનેશન અને વોટિંગ કરાવીને આ લિસ્ટ તૈયાર કર્યું છે. હવે 22 જાન્યુઆરીનાં રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આ મહિલાઓનું સમ્માન કરશે. ભક્તિ શર્મા માર્ચ 2015માં ભોપાલ પાસે બરખેડી અબ્દુલ્લા પંચાયતથી સરપંચ પસંદ કરવામાં આવી હતી. તેને વૂમન ઈન પબ્લિક લાઈફ કેટેગરીમાં ટોપ-100 પસંદ કરવામાં આવી છે.
જે ઘરમાં પુત્રીનો જન્મ થશે, માતાને આપશે 2 મહિનાની સેલરી

આ અગાઉ ભક્તિ શર્મા ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે નિર્ણય કર્યો હતો કે તેની પંચાયતમાં જેનાં ઘરે છોકરી આવશે, તેની માતાને તે પોતાની 2 મહિનાની સેલરી એટલે કે 4 હજાર રૂપિયા આપશે. આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા થઈ હતી. ભક્તિએ જણાવ્યું કે બે મહિનાની સેલરી આપવાનો હેતુ એ છે કે ડિલિવરી બાદ મહિલાઓ વગર કોઈ ચિંતાએ પોતાનું ધ્યાન રાખઈ શકે.
અમેરિકામાં નોકરીની હતી ઘણી ઓફર

ભક્તિ શર્માએ નૂતન કોલેજમાં પોલિટિકલ સાઈન્સથી એમએ કર્યું છે. તે પોતાનાં પરિવારનાં સભ્યો પાસે અમેરિકા જતી રહી હતી, પરંતુ થોડો સમય ત્યા રહ્યા બાદ પાછી ભોપાલ આવી ગઈ. ભક્તિનાં કાકા અમેરિકાનાં ટેક્સાસમાં રહે છે. તેમના પરિવારજનોએ ભક્તિનો બાયોડેટા ઘણી કંપનીઓને આપ્યો, નોકરીની ઓફર પણ મળી, પરંતુ ભક્તિએ અમેરિકામાં નોકરી કરવાની ના પાડી દીધી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser