તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામીને ભગાડીને લઇ ગયો ભાણિયો, આ કારણે પોતાનું જ ગળું કાપી નાખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુરહાનપુર/ઇન્દોર: બુરહાનપુરમાં ભાણેજ પોતાની મામીને લઇને ભાગી ગયો હતો. ચાર દિવસ બાદ તે જ્યારે પરત ફર્યો તો મામા પક્ષના લોકોએ તેની રસ્તા વચ્ચે પીટાઇ કરી હતી. એ વાતથી આઘાતમાં આવીને તેણે પોતાના કપડા ફાડી નાખ્યા અને બ્લેડથી પોતની ગરદન કાપી નાખી હતી. લોહીલુહાણ હાલતમાં તે શહેરમાં આમતેમ દોડવા લાગ્યો હતો. આ જોઇને પોલીસ જવાન અને પરિજનો પણ તેની પાછળ દોડ્યા હતા. બે કલાક બાદ તે અધમરેલી હાલતમાં નીચે પડી ગયો ત્યારે પોલીસે તેને પકડીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
 
- મળતી માહિતી અનુસાર 26 વર્ષીય યુસુફ તેની મામીને લઇને નાસી ગયો હતો.
- સોમવારના રોજ મામા પક્ષના લોકોએ તેને વાતચીત માટે બોલાવ્યો હતો. ત્યાં તેની જોરદાર પીટાઇ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને તે આઘાતમાં આવી ગયો અને ઘરે આવીને મા અને બહેનને મારપીટની વાત જણાવી હતી. ત્યારબાદ તેણે બ્લેડ કાઢી લીધી હતી.
- તેણે પોતની ગરદન પર ત્રણ-ચાર કાપા મારી દીધા જેને લીધે તે લોહીલુહાણ થઇ ગયો હતો. મા અને બહેન તેને બચાવવા દોડી પરંતુ તે ઘરેથી ભાગી ગયો હતો. દરમિયાન તેણે પોતાનું પણ ટી-શર્ટ ફાડી નાખ્યું હતું.
- ત્યારબાદ તે આસપાસની કોલોનીઓને કૂદતો-કૂદતો ભાગવા લાગ્યો હતો. લોકોના પાસે જતા યુસુફે કહ્યું કે કોઇ મારી પાસે આવશે તો હું મારી આખી ગરદન કાપી નાખીશ. મારે હવે જીવવું નથી.
- સ્મશાનની દિવાલ કૂદ્યા બાદ તે અધમરેલી હાલતમાં નીચે પડી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેની પકડી લીધો હતો. તેને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
આગળ જુઓ સંબંધિત તસવીર...
અન્ય સમાચારો પણ છે...