બાબરી મસ્જિદ ધ્વંશના 25 વર્ષ: UPમાં એલર્ટ, VHP મનાવશે શૌર્ય દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યાઃ 6 ડિસેમ્બર, 1992ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ ઘટનાના આજે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈ આ મુદ્દો ચર્ચામાં છે. જેને લઈ અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ આજે શૌર્ય દિવસ ઉજવશે.

 

દેશભરમાં એલર્ટ

 

બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાના 25 વર્ષ પૂરા થવાના અનુસંધાને દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રએ તમામ રાજ્યોને સતર્ક રહેવા અને શાંતિ જળવાઈ રહે તે જોવાનો આદેશ આપ્યો છે.

 

મમતા પણ કરશે વિરોધમાં રેલી

 

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં આજના દિવસે રેલી કરશે. ડાબેરીઓ પણ બાબરી મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરશે.

 

રામ મંદિર-બાબરી વિવાદ ઉકેલવા શ્રીશ્રીએ કર્યો પ્રયાસ

 

વર્ષોથી ચાલ્યા આવતા રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે થોડા દિવસો પહેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે પ્રયાસ કર્યો હતો. આ માટે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંતો-મહંતો તથા શિયા વક્ફ બોર્ડના પદાધિકારીઓને મળ્યાં હતા.

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો

અન્ય સમાચારો પણ છે...