તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

...તો 2050 સુધીમાં દુનિયામાં ભારતના વિસ્તાર જેટલાં જંગલો કપાઈ જશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: ગત વર્ષે 26 વર્ષમાં દુનિયાભરનાં જંગલો અંદાજે 3 ટકા જંગલો કપાઈ ચૂક્યાં હતાં. વૃક્ષો આ પ્રમાણે જ ઓછાં થશે તો 2050 સુધીમાં દુનિયામાં ભારતના વિસ્તાર જેટલાં જંગલો ખતમ થઈ જશે. આ ચેતવણી સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટે આપી છે. માત્ર ભારતમાં દર વર્ષે 25 હજાર હેક્ટર જંગલ નોન ફોરેસ્ટ્રી યુઝ માટે કપાય છે. તેમજ જંગલોમાં આગની ઘટનાઓ પણ સતત વધી રહી છે. 2011થી અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાની ઘટના 1,17,369 વખત બની છે. તેમાંથી માત્ર 5 ટકા ઘટના કુદરતી કારણથી છે. આગ લાગવાથી જ આ વર્ષે હિમાચલમાં 4500 હેક્ટર અને ઉત્તરાખંડમાં 3185 હેક્ટર જંગલો નાશ પામ્યાં છે. શહેરોની સ્થિતિ તો જંગલોથી પણ ખરાબ છે. અહીં છેલ્લા બે દાયકામાં હરિયાળી 60થી 70 ટકા સુધી ઘટી છે. દેશમાં નવાં શહેરો માટે કામ વધુ ઝડપી થશે જેમાં ગ્રીન કવર હજુ પણ ઘટવાની આશંકા છે. (સ્ત્રોત: મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્નમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ, ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, ફોરેસ્ટ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિપોર્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓએફ સાયન્સ)
સરકાર દેશમાં 5 હજાર ચોરસ કિમી જંગલો વધ્યાનો દાવો કરી રહી છે. જોકે, એનાથી છ ગણાં જંગલ તો માત્ર દબાણ અને ઇન્ડસ્ટ્રીને કારણે બરબાદ થઇ ગયાં છે. દબાણ અને સંપાદનના અા આંકડા પણ સરકારી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ, બેંગલુરુના એસોસિએટ ફેકલ્ટી ટીવી રામાચંદ્રા કહે છે કે સ્થિતિ તેના કરતાં ઘણી ખરાબ છે. 10 વર્ષમાં જ ઉત્તર, મધ્ય અને દક્ષિણ પશ્ચિમ ખીણોમાં જંગલ અનુક્રમે 2.84, 4.38 અને 5.77 ટકા સુધી ઘટી ગયાં છે. ત્રણ વર્ષમાં 2510 ચોરસ કિમી ગીચ જંગલો એવાં પણ છે, જે નોન ફોરેસ્ટ લેન્ડમાં રૂપાંતર થઇ ગયાં છે.

- શહેર : વસતી 26 ટકા વધી, હરિયાળી 60 ટકા ઘટી
- 2010 સુધી શહેરોની વસતી 26 ટકા સુધી વધી પરંતુ હરિયાળી 60થી 70
- ટકા સુધી ઘટી ગઇ. 2020 સુધી શહેરી વસતી 62 ટકાની ગતિએ વધશે.
- આગ : દર વર્ષે 30 લાખ હેક્ટર જંગલો બરબાદ
- ચાલુ વર્ષે શરૂઆતના ચાર મહિનામાં જંગલોમાં આગની 20,667 ઘટનાઓ બહાર આવી છે જે ગત વખતની સરખામણીએ 30 ટકા વધુ છે. 90 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર નુકસાન થાય છે.

દેશમાં દાવાઓ સામે પ્રશ્ન, શું ખરેખર આપણાં જંગલો વધી રહ્યા છે

દર બે વર્ષે જારી થતાં સરકારી ફોરેસ્ટ રિપોર્ટ સામે હંમેશ પ્રશ્નો ઊભા થયા છે. 2013ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં 5871 વર્ગ કિમી જંગલો વધી ગયાં છે. તેની સામે બ્રિટિશ અખબાર ગાર્ડિયને પ્રશ્ન ઉઠાવ્યો હતો. 2015ના રિપોર્ટ સામે તમિળનાડુની અન્ના યુનિવર્સિટીના સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એડેપ્શન રિસર્ચ (સીસીસીઆર)એ જણાવ્યું હતું કે રિપોર્ટમાં જેટલો દાવો કરવામાં આવ્યો છે, તેનાથી અડધા જંગલો જ વાસ્તવિક સ્વરૂપમાં અસ્તિત્વમાં હોઇ શકે છે. ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીએ પણ એક રિસર્ચમાં જણાવ્યું છે કે ભારતમાં જંગલો ઝડપથી ઘટી રહ્યાં છે. જોકે, સરકાર 33 ટકા ગ્રીન કવર હાંસલ કરવા માટે 41,000 કરોડ રૂપિયાની યોજના લાવવાની છે.
કોઇ છીનવી રહ્યું છે આપણાં ઝાડ
- દબાણ : 15000 ચોરસ કિમી જંગલ પર કબજો
- સૌથી વધુ દબાણ મધ્યપ્રદેશમાં (5347 ચોરસ કિમી).
- ઇન્ડસ્ટ્રી : 30 વર્ષમાં 14 હજાર ચોરસ કિમી જંગલો જતાં રહ્યાં
- 4957 ચોરસ કિમી જંગલ માઇનિંગે છીનવ્યાં. દર વર્ષે 250 ચોરસ કિમીથી જંગલો નોન-ફોરેસ્ટ ઝોનમાં બદલાય છે
- દેશમાં કેટલાં જંગલ છે: 21.3% જંગલ વિસ્તાર
- છેલ્લાં 20 વર્ષમાં પાકાં મકાનો 400 ટકા વધ્યાં છે, કેટલાંય શહેરોમાં હરિયાળી માત્ર 2થી 3 ટકા જ વધી છે
- જંગલો પર દબાણ સૌથી વધારે મધ્યપ્રદેશ અને આસામમાં છે. પંજાબ લેન્ડ ડાયવર્ઝનમાં સૌથી આગળ છે
ચાર ઉદાહરણ જાણો શહેરોમાં વૃક્ષો કેટલાં ઘટી ગયાં
- કોલકાતા: 20 વર્ષમાં અહીં વૃક્ષોની સંખ્યા 23.4%થી ઘટીને 7.3% રહી ગઇ છે. પાકા મકાનોની સંખ્યા 190% વધી ગઇ. 2030 સુધીમાં અહીં હરિયાળી માત્ર 3.37% જ હશે.
- અમદાવાદ: છેલ્લાં 20 વર્ષમાં અહીં વૃક્ષોની સંખ્યા કુલ ક્ષેત્રફળના 46%થી ઘટીને 24% રહી ગઇ છે. પાકા મકાનોની સંખ્યા 132% વધી ગઇ. 2030 સુધીમાં હરિયાળી ફક્ત 3% રહેશે.
- હૈદરાબાદ: 20 વર્ષમાં વૃક્ષો કુલ ક્ષેત્રફળના 2.71%થી ઘટીને 1.66% રહી ગયાં. પાકા મકાનોની સંખ્યા 1999થી 2009 વચ્ચે 400% વધી. 2024 સુધીમાં હરિયાળી બચશે 1.84%.
- ભોપાલ: છેલ્લાં 22 વર્ષમાં અહીં વૃક્ષોની સંખ્યા કુલ ક્ષેત્રફળના 66%થી ઘટીને 22% થઇ ગઇ છે. 2018 સુધીમાં માત્ર 11% હરિયાળી જ બચશે.
- 25 વર્ષમાં ગ્લોબલ ફોરેસ્ટ એરિયા 4128 મિલિયન હેક્ટરથી ઘટીને 3999 મિલિયન હેક્ટર થઇ ગયો છે. દર વર્ષે આગ લાગવાથી દુનિયાભરમાં 1% મતલબ કે ન્યૂઝીલેન્ડના કદ જેટલું જંગલ ખતમ થઇ જાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો