તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

23 વર્ષીય યુવકે હેક કરી Air Indiaની વેબસાઈટ, મફતમાં ફરતો રહ્યો આખો દેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોધપુર(રાજસ્થાન). ફરવાના શોખીન વિશે તમે બહુ સાંભળ્યું હશે, પરંતુ જોધપુરના અનિતેશ ગિરિ ગોસ્વામી બાકી બધાથી એકદમ અલગ છે. વિવિધ જગ્યાએ પ્રવાસ કરવાના શોખમાં આ યુવક અપરાધી બની ગયો અને તે પણ સાઈબર ક્રિમિનલ. માત્ર 23 વર્ષના આઈટી એક્સપર્ટ BCA ડિગ્રી મેળવનાર આ નવયુવાને, કિંગફિશર અને એર ઈન્ડિયા જેવી મોટી એરલાઈન્સ કંપનીઓમાં નોકરી(કોન્ટ્રેક્ટ પર) કરી ચૂક્યો છે.
મફતમાં ફરતો રહ્યો આખા દેશમાં

- અનિતેશે પહેલા ટિકિટ બુક કરાવવાની તમામ પ્રક્રિયાનો બારીકાઈથી અભ્યાસ કર્યો, પછી એર ઈન્ડિયાની સાઈટમાં ઘરફોડ કરીને હજારો ટિકિટો બનાવી લીધી હતી.
- અમુક ટિકિટો પર તે જાતે ફર્યો અને અન્ય ટુર ઓપરેટરોને આપી દીધી જેથી ફરવાના અન્ય ખર્ચા પણ કાઢી શકે.
- તેણે અલગ અલગ પ્રવાસ શ્રીનગર, લેહ, લદ્દાખ, જમ્મુનો કર્યો. આખરે દિલ્હીની સાઈબર ક્રાઈમ સેલે તેને 15 જુલાઈએ પકડી પાડ્યો હતો.
- સાઈબર સેલ પ્રમાણે અનિતેશ ઘણા સમયથી તેમની દેખરેખ પર હતો. પરંતુ તે વારંવાર તેની જગ્યા બદલી રહ્યો હતો.
- જયપુરથી નિર્માણ નગરમાં હોવાની માહિતી મળતા જ તાત્કાલિક સેલે દરોડા પાડ્યા હતો અને તેની ધરપકડ કરી લીધી હતી.
- તેની પાસેથી એક લેપટોપ, ઘણા મોબાઈલ અને એર ઈન્ડિયા સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
- સેલના ઈન્સ્પેક્ટર જસવિંદર સિંહનું કહેવું છે કે, 'આરોપી અત્યાર સુધી હજારો ટિકિટ બનાવીને વેચી હોવાની જાણકારી મળી છે. અમે તે એજન્ટ્સની પણ પૂછપરછ કરીશું.'
આમ બન્યો આઈટી એક્સપર્ટ્થી સાઈબર ક્રિમિનલ

- પુણેથી બીસીએ કર્યું, ત્યાં ટ્રાવેલ એજન્સીમાં નોકરી કરી. અહીંયા તેને ઓનલાઈન એર ટ્રાવેલિંગ અને ટિકિટ ખરીદવા-વેચવાની જાણકારી થઈ હતી.
- પુણેમાં કિંગફિશરમાં ટિકિટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું હતું. અહીંયા ટિકિટિંગના ટેક્ટ શીખ્યો હતો.
- જોધપુરમાં એર ઈન્ડિયામાં 24 ડિસેમ્બર, 2011થી 2 જૂન, 2012 સુધી કામ કર્યું હતું. અહીંયા લોયલ્ટી પોઈન્ટ્સ સિસ્ટમને બારીકાઈથી સમજ્યો હતો.
- 2 જૂન, 2012ના રોજ નોકરી છોડ્યાના 16 દિવસ બાદ તે જમ્મુ ગયો હતો. પછી સતત લેહ, લદ્દાખ, મુંબઈ, પુણેનો પ્રવાસ કરતો રહ્યો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ આ આઈટી એક્સપર્ટની વધુ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો