તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહારમાં 20 લાખ પૂરથી પીડિત: લાલુએ કહ્યું- નસીબદાર છો ગંગા રસોડા સુધી પહોંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટના: બિહારમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. પાણીમાં તણાઈ તેમજ ડૂબી જવાના કારણે અંદાજે 95 લોકોના મૃત્યુ થયા છે. બિહારના 12 જિલ્લામાં પૂરના કારણે 20 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. ઔરંગાબાદ જિલ્લામાં પુનપુન નદીમાં હોડી સાથે 18 લોકો ગુમ થયા છે જેમની તપાસ ચાલુ છે. હોડીમાં કુલ 25 લોકો હતાં અને જેમાંથી 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દરમિયાન હવે ગંગા અને સોન નદીમાં પાણીના સ્તરમાં થોડો ઘટાડો થયો છે. આ વચ્ચે લાલુ પ્રસાદ યાદવે તેમની આગવા સ્ટાઈલમાં પૂર પીડિતોને ગંગાના રૌદ્ર સ્વરૂપના ડરથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.
લાલુએ કહ્યું- ભાગ્યશાળી છો કે ગંગા તમારા રસોડા સુધી આવી

- આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે તેમના અંદાજ પ્રમાણે પૂર પીડિતોને ગંગાના રૌદ્ર સ્વરૂપ અને ડરથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.
- તેમણે પૂરગ્રસ્ત પીડિતોને કહ્યું છે કે, તમે લોકો ભાગ્યશાળી છો કે ગંગા મા તમારા ઘર અને રસોડા સુધી આવી ગઈ છે.
- ગંગાજળની ઈચ્છા રાખતા હતા અને હવે ગંગા મા સામેથી ઘર સુધી આવી છે તો ડરી કેમ ગયા છો.
- હવે તમે ગંગા માની પૂજા કરો અને તેમને વધારે તકલીફ ન આપવાની પ્રાર્થના કરો. તેઓ પાછા જતા રહેશે.
નીતિશે મોદી સાથે કરી મુલાકાત, મદદનું મળ્યું આશ્વાસન

- નીતિશ કુમારે બિહારમાં પૂરની સ્થિતિ વિશે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે પીએમને એક એક્સપર્ટની ટીમ બિહાર મોકલવાની અરજી કરી છે.
- નીતિશે મોદીને એવું પણ કહ્યું છે કે, બિહારમાં ગંગાની આ સ્થિતિ જોઈને રડવાનુ મન થાય છે. આ નદીમાં સ્લિટનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવશે તે પછી જ દર વર્ષે પૂરમાંથી રાહત મેળવી શકાશે.
- મોદી સાથે મીટિંગ કર્યા પછી નીતિશ કુમારે કહ્યું કે, પીએમએ તાત્કાલીક મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે એક નેશનલ સ્લિટ મેનેજમેન્ટ પોલિસી બનાવવાની વાત પણ કરી છે.
- નીતિશે મોદી સરકારના મહત્વકાંક્ષી નમામી ગંગે પ્રોજેક્ટ પર બિહારમાં સારા સિલ્ટ મેનેજમેન્ટ સાથે અમલની વાત કરી છે.
- સીએમએ કહ્યું છે કે, જો પરિસ્થિતિ પર વધારે ધ્યાન આપવામાં નહીં આવે તો ગંગા પ્રોજેક્ટની સફળતા સામે સવાલ ઊભા થશે.
છીછરી થતી જાય છે ગંગા

- નીતિશે કહ્યું- જ્યારથી ફરક્કા ડેમ બન્યો છે, ગંગામાં સિલ્ટેશન થઈ રહ્યો છે.
- ગંગા નદી સતત છીછરી થતી જાય છે અને ફેલાઈ રહી છે.
- ઉનાળામાં ગરમીના દિવસોમાં ખૂબ ઓછુ પાણી રહે છે અને વરસાદમાં વધારે પાણી આવે તો પૂર આવી જાય છે.
કેવી રીતે આવ્યું બિહારમાં પૂર

- સોમવારે સોન નદીમાં માત્ર બે કલાકમાં મધ્યપ્રદેશના બાણસાગર ડેમમાંથી દોઢ લાખ ક્યુસેકથી વધારે પાણી પહોંચી ગયુ છે.
- તેના કારણે ગંગા સહિત દરેક મોટી નદી જોખમી નિશાન કરતા ઉપર વહી રહી છે.
- વેસ્ટ બંગાળમાં ફરક્કા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા ન હોવાથી ગંગાનું પાણી સતત બિહારમાં વધી રહ્યું છે. એનડીઆરએફેએ અત્યાર સુધીમાં 5,000 લોકોને બચાવ્યા છે.
આગળની સ્લાઈડમાં જુઓ પૂરથી પ્રભાવિત વિસ્તાર અને લોકોની તસવીર
અન્ય સમાચારો પણ છે...