તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓડિશા: પુલ નીચેથી ખાબકી બસ, 20ના મોત, 25 ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુવનેશ્વર: શુક્રવારે ઓડિશાના અંગુલમાં મૈત્રી નજીક એક ખાનગી બસ પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 25 અન્યોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાંથી 5ની હાલત અત્યંત ગંભીર હોવાથી મૃત્યાંક વધવાની શક્યતા છે. બસ ડ્રાઈવરે એક સાઈકલ પર જતા છોકરાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન તેનું બેલેન્સ બગડી જતાં આ દુર્ઘટના ઘટી હતી.
બસ ડ્રાઈવર મોબાઈલ પર કરી રહ્યો હતો વાતો

- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે બૌધ જિલ્લાથી અંગુલ જિલ્લાના અથામલિક જઈ રહેલી બસ 10 વર્ષ જૂની હતી.
- સાક્ષી અરુણ બેહરાના જણાવ્યા પ્રમાણે, બસ જૂની માનિત્રી પુલથી પસાર થઈ રહી હતી. ત્યારે આ ઘટના બની.
- બસ ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતો હતો. ત્યારે જ એક બાળક સાઈકલ લઈને બસની સામે આવી ગયો હતો. તેને બચાવવા જતા ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. તેના કારણે બસ રેલિંગ તોડીને નીચે પડી.
- 14 લોકોના મૃત્યુ ઘટના સ્થળે જ થઈ ગયા હતા, જ્યારે અન્ય સાત લોકોના નજીકની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.
મૃત્યુ પામાનાર લોકોમાં 4 મહિલાઓ અને અમુક કોલેજ સ્ટુડન્ટ પણ સામેલ
- 50 મુસાફરોને લઈને બૌધથી અથામલિક જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો.
- મૃતકોમાં ચાર કોલેજ સ્ટુડન્ટ્સ ઉપરાંત મોટાભાગની મહિલાઓ છે.
- વહીવટીતંત્ર પહોંચ્યું તે પહેલા સ્થાનિકોએ ઘાયલોને બહાર કાઢ્યા હતા. તંત્રે તેમને નજીકની હોસ્પિટલ્સમાં ખસેડવાની કવાયત હાથ ધરી હતી.
- ઘાયલોને ખસેડવા માટે એમ્બ્યુલન્સો તથા પ્રાથમિક ઉપચાર માટે તબીબોની ટીમ રવાના કરવામાં આવી છે.
- 20 ઈજાગ્રસ્તોમાં 5ને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમની હાલત અત્યંત ગંભીર છે. જેથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે.

રાજ્ય સરકાર ભોગવશે સારવારનો ખર્ચ

- ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સમગ્ર ઘટનાક્રમ પર શોક વ્યક્ત કર્યો છે.
- તેમણે જિલ્લાના વહીવટી તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે ધસી જવા નિર્દેશ આપ્યો છે.
- તમામ ઈજાગ્રસ્તોની સારવાર મફત કરવામાં આવશે.

ઓરિસ્સામાં રોડ એક્સિડન્ટમાં થાય છે સૌથી વધારે મૃત્યુ

- નેશનલ ક્રાઈમ રેકોર્ડ પ્રમાણે અન્ય રાજ્યોની સરખામણીએ ઓરિસ્સામાં રોડ એક્સિડન્ટમાં સૌથી વધારે લોકોના મૃત્યુ થાય છે.
- 2015માં થયેલા રોડ એક્સિડન્ટમાં 4303 લોકોના જીવ ગયા હતા. 2014માં પણ આટલા લોકોના જ જ્યારે 2013માં 4062 લોકોના રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયા હતા.
- સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ પ્રમાણે 50 ટકા ઘટનાઓ નેશનલ હાઈવે પર થાય છે, 25 ટકા ઘટનાઓ સ્ટેટ હાઈવે અને બાકીની અન્ય 25 ટકા ઘટનાઓ અન્ય રોડ પર થાય છે.
વધુ તસવીરો માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો