છત્તીસગઢમાંથી ૨૦ કિલો સોનું સહિ‌ત સાત કરોડની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છત્તીસગઢના જગદલપુરમાં શુક્રવારે રાતના લગભગ સાત કરોડની ચોરી થઇ છે. ચોરોએ રાજકમલ જ્વેલર્સના શોરૂમમાંથી સોનું, હીરા સહિ‌ત રોકડા ૧પ લાખની ચોરી કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ચોરોએ ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમમાં સુરક્ષિત મુકાયેલી તિજોરી તોડીને ચોરી કરી છે. શો-રૂમમાં માલિકે જણાવ્યું હતું કે ચોરોએ ૨૦ કિલો સોનું, ૪૦ લાખના હીરા અને ૧પ લાખ રૂપિયા રોકડાની ચોરી કરી છે. ચોરીની ખબર શનિવારે સવારે ૧૦ વાગે દુકાન ખોલી ત્યારે પડી હતી. પોલીસને શંકા છે કે ચોરીમાં ચારથી પાંચ લોકો સંડોવાયેલા છે. તેમજ ચોરોએ શો-રૂમ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રેકી રહી હતી.