સરહદે પાકિસ્તાન દ્વારા ફરીથી ગોળીબાર, બે વ્યક્તિ ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગોળીના નિશાન બતાવી રહેલા સ્થાનિકો)
- ઘૂસણખોરીનું ષડયંત્ર |ગામો ઉપર 20 મોર્ટાર છોડ્યા
- સેનાએ તપાસ અભિયાન ચલાવ્યું

જમ્મુ: પાકિસ્તાને શુક્રવારે આર. એસ. પુરાના આરનિયા સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને આખી રાત ગોળીબાર કર્યો હતો. ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાને સરહદના ગામોને નિશાન બનાવીને 20 મોર્ટારના ગોળાઓ છોડ્યા હતા. તેના કારણે દેવીગઢમાં એક બાળક ગારસિંહ અને દીવાનચંદ ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ સેક્ટરમાં પણ એલઓસી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાની રેન્જરો દ્વારા છોડવામાં આવેલા મોર્ટાર ગામોમાં જઈને પડ્યા હતા. ગોળીબાર બંધ થયા બાદ બીએસએફના જવાનોએ સવારે આખા વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન ચલાવ્યું હતું. જેથી ગોળીબારની આડમાં ઘૂસણખોરી વિશે જાણકારી મેળવી શકાય.
(આગળ વાંચો, પાકિસ્તાન સરહદે મોટી માત્રામાં હથિયાર જમા કરાવાયા)