જમ્મૂ-કાશ્મીરઃ અનંતનાગમાં ગ્રેનેડ અટેક, બે સીઆરપીએફ જવાનો ઇજાગ્રસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મૂઃ જમ્મૂ અને કાશ્મીરનાં અનંતનાગમાં ગ્રેનેડ અટેકમાચાર સીઆરપીએફ જવાનો અને ચાર નાગરિકોનાં ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જમ્મૂમાં થોડા સમય અગાઉ પણ ગ્રેનેડ અટેક થયા હતા, જેમાં ટેલિકોમ કંપનીઓને નિશાનો બનાવવામાં આવી હતી. આ ઉપરાંત આર્મી અને સુરક્ષા કંપનીઓના જવાનોને પણ ઘણીવાર ટાર્ગેટ કરી આવા હુમલાઓ કરવામાં આવ્યા છે. હાલ આ હુમલામાં કયા આતંકવાદી જૂથનો હાથ છે તેની માહિતી સામે આવી નથી.
અનંતનાગમાં થયેલો આ હુમલો અમરનાથ યાત્રામાં આવતા અનંતનાગ-પહલગામમાં રોડ પર કરવામાં આવ્યો હતો. જોકે આ હુમલામાં કોઇ શ્રદ્ધાળુના ઘાયલ થવાના અહેવાલ નથી. અનંતનાગમા આ જ અઠવાડિયામાં આ બીજો હુમલો છે આ અગાઉ 25 જુલાઇએ થયેલા હુમલામાં એક આઇસ્ક્રિમ વેંડરનું મોત અને પાંચ લોકોને ઇજા થઇ હતી.
પાક. સૈન્યએ ફરીવાર કર્યો યુદ્ધ વિરામનો ભંગ
પાકિસ્તાની સૈન્ય દ્વારા બુધવારે સવારે 11.30 કલાકે કુપવાડાના માચીલ સેક્ટરમાં ભારતીય ચોકીઓ તરફ ગોળીબાર કરીને ફરીથી યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પાક. દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરવામા આવતો રહ્યો છે. જોકે ભારતીય સૈન્યને પણ ગૃહ મંત્રાલયે વળતો જવાબ આપવાની છૂટ આપેલી છે.
(આગળની સ્લાઇડ્સમાં જુઓ સંબંધિત તસવીરો)