તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ્રા: બે બ્લાસ્ટ્સ થતાં શહેરમાં ભયનો માહોલ, તાજ હોટલ પર હુમલાની ધમકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગ્રા: શહેરમાં શનિવારે સવારે અલગ-અલગ સ્થળોએ બે બ્લાસ્ટ થયા. તેનાથી ભય ફેલાયો છે. એક બ્લાસ્ટ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન પાસે કચરાના ઢગલામાં થયો જ્યારે બીજો એક પ્લમ્બરના ઘરે થયો. હાલમાં કોઇના ઘાયલ થયાનું જાણમાં આવ્યું નથી. આ બાબતની સૂચના મળતાં જ પોલીસદળની સાથે ડીઆઇજી સ્થલ પર પહોંચી ગયા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે અંડમાન એક્સપ્રેસને પલટાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આઈએસઆઈનો પત્ર પણ હાથ લાગ્યો છે.
 
સવારે 6.30 વાગે થયો પહેલો ધમાકો
 
પહેલો બ્લાસ્ટ સવારે 6.30 વાગે પ્લેટફોર્મ પાસે કચરાના ઢગલામાં થયો. બીજો પ્લમ્બરના ઘરે થયો. બંને જગ્યાઓનું અંતર 60-70 મીટર છે.
- શંકા છે કે પ્લમ્બરના ઘરે બોમ્બ બનાવવામાં આવ્યા. આખો વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે.
- ફોરેન્સિક એક્સપર્ટ ઘટનાસ્થળે નિરીક્ષણ માટે પહોંચી ગયા છે. તેને લો ઇનસિટી ડિવાઇસ કન્ટ્રોલ બોમ્બ માનવામં આવી રહ્યો છે. જોકે સાચી જાણકારી તપાસ પછી જ સામે આવશે. વિસ્તારમાં ભયનો માહોલ છે. 
- આ મામલે ડીઆઇજીનું કહેવું છે કે શનિવારે સવારે બ્લાસ્ટ્સ થયા છે, ત્યારબાદ ધુમાડો ફેલાયો. તપાસ ચાલુ છે. હમણા કંઇ કહી ન શકાય.
- હકીકતમાં શુક્રવારની રાતે જ માલપુરાની પાસે ટ્રેનને પલ્ટી નાખવાનું કાવતરું સામે આવ્યું હતું. આઇએસઆઇના નામથી ધમકી ભરેલો પત્ર પણ મળ્યો હતો.
- ગુરુવારે તાજમહેલ પર સુસાઇડ અટેકની ધમકી આપવામાં આવી હતી. શહેરમાં હાઇએલર્ટ જાહેર થયું છે. 
 
આંદામાન એક્સપ્રેસને પલટાવવાનો થયો પ્રયત્ન
 
- આગરામાં મલપુરા પોલીસસ્ટેશન વિસ્તારમાં ભાંડઈ સ્ટેશન પાસે શુક્રવારે રાતે અજાણ્યા સંદિગ્ધ લોકોએ પાટા પર એક મોટો પથ્થર મુકીને જમ્મુ જઇ રહેલી આંદામાન એક્સપ્રેસને પલટાવવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રેન પથ્થરને તોડીને નીકળી ગઇ અને કોઇ ઘટના બની નહી.
- ગાડીના પથ્થર સાથે અથડાતા ભયંકર અવાજ થયો હતો, જેના કારણે ટ્રેનના ડ્રાઇવરે તરત તેની જાણ કન્ટ્રોલ રૂમને કરી હતી.
- કન્ટ્રોલની સૂચના પ્રમાણે જ્યારે લાઇનમેન ત્યાં પહોંચ્યો તો તેને પથ્થરના ટુકડાઓ અને પાસે જ પડેલો એક પત્ર મળ્યો. પત્ર લખનારે પોતાને આઇએસઆઇનો કંપની કમાન્ડર અને રાષ્ટ્રીય અધ્યક્ષ મોહમ્મદ મિર્ઝા તરીકે ઓળખાવ્યો છે.
 
શું છે પત્રમાં?
 
- પત્ર લખનારે પોલીસરાજ સહિત નેતાઓ અને ઉદ્યોગપતિઓને 14 એપ્રિલ માટે અભિનંદન આપ્યા છે. સાથે એમપણ લખ્યું છે કે આગ્રા શહેરમાં તે ઝંડા, ટુંડા અને બ્લાસ્ટ્સની સામગ્રી સાથે આવી ગયો છે.
- પત્રમાં આઠ સ્થળો પર હુમલાની વાત કરવામાં આવી છે. પહેલો હુમલો સંસદભવન, બીજો લખનઉ, ત્રીજો મથુરા, ચોથો ઉત્તર મધ્ય રેલવે, પાંચમો આગ્રા, છઠ્ઠો મોદી, સાતમો ગૃહમંત્રી અને આઠમો સમય અનુસાર થશે એમ લખ્યું છે.
- પત્રમાં ધમકી આપવામાં આવી છે કે આગ્રા છાવણીથી દિલ્હી માટે મોટા-મોટા રેલમાર્ગ નિશાના પર હશે. તેનાથી યાત્રીઓ રેલવેથી કાંપવા લાગશે અને ખાલી ટ્રેનો ચાલશે. આ પત્ર સાથે મળેલા એક અન્ય કાગળ પર રેલવે માટે નોટિસ લખી છે.
 
શું કહે છે પોલીસ અધિકારીઓ?
 
- એસઓ કેન્ટ જીઆરપી મણિકાંતના કહ્યા પ્રમાણે, “પત્રનું લખાણ જોઇને મામલો કોઇ તોફાની તત્વોનો લાગી રહ્યો છે. આગળ તપાસ પછી જાણવા મળશે. અત્યારે જીઆરપીને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.”
- આઇજી સુજીત પાંડેએ કહ્યું છે કે મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. 
 
સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો... 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો