તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલી વાર મહિલા ઓફિસરે જોઈન કર્યું BSF, બોર્ડરની શૂટિંગ જોઈ મળી પ્રેરણા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોધપુર: બીએસએફના 50 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા ઓફિસરની પસંદગી કરવામાં આવી છે. બે દિવસ પહેલાં જ ગ્વાલિયરના ટેકનપુર એકડમીમાં બિકાનેરની તનુશ્રી પારિકે આસિસ્ટન્ટ કમાન્ડો તરીકે જોઈન્ટ કર્યું છે. બોર્ડરની શૂટિંગ જોયા પછી કર્યો હતો બીએસએફમાં આવવાનો નિર્ણય...
- તનુશ્રીએ કહ્યું કે તે જ્યારે ચાર વર્ષની હતી ત્યારે બીકાનેરમાં બોર્ડર ફિલ્મની શૂટિંગ ચાલતી હતી. તેમાં બીએસએફનો મહત્વનો રોલ બતાવવામાં આવ્યો હતો. ફિલ્મના અમુક સીન મારા મગજમાં ઘર કરી ગયા હતા.
- પપ્પા ( ડો. એસપી જોશી) પણ શૂટિંગની અમુક તસવીરો બતાવીને પ્રોત્સાહન આપતા હતા. બસ ત્યારથી જ નક્કી કરી દીધું હતું કે યુનિફોર્મવાળી સર્વિસમાં જ જવું છે અને મે બંદૂક ઉઠાવવાનો નિર્ણય લઈ લીધો હતો.
- જ્યારે મોટી થઈ ત્યારે બીકાનેરમાં બીએસએફની કામગીરી જોઈ. ત્યારે ખબર પડી કે આ આર્મી જેવી એવી ફોજ છે જે 24 કલાક દેશની સીમાને સુરક્ષીત રાખે છે.
- તનુશ્રીએ જણાવ્યું કે, મે નોકરી માટે નહીં પણ મારી પેશન માટે બીએસએફ જોઈન કર્યું છે. તેમણે કહ્યું છે કે, મારુ ફોર્સમાં જવાનું ત્યારે જ સફળ થશે જ્યારે અન્ય યુવતીઓ પણ બીએસએફ જોઈન કરશે.
કોણ છે તનુશ્રી પારીક?

- તનુશ્રી પારીક રાજસ્થાનના બીકાનેરમાં રહે છે.
- તેમને 52 સપ્તાહની કડક ટ્રેનિંગ પછી બીએસએફની પણ ગ્રાઉન્ડ ડ્યૂટી એટલે કે સીમા પર ઓપરેશનલ ડ્યૂટી માટે ઓફિસર લીડ કરવામાં આવી છે.
- આ સપ્તાહથી શરૂ થયેલી ટ્રેનિંગ એક વર્ષ સુધી આપવામાં આવશે.
- તનુશ્રીએ જણાવ્યું કે, બીએસએફ તરીકે પસંદ કરવામાં આવી તે મારા માટે ખૂબ ગૌરવશાળી ક્ષણ હતી.
15 સેકન્ડમાં 100 મીટર દોડી હતી

- તનુશ્રીના જણાવ્યા પ્રમાણે તેમણે સ્કૂલ અને કોલજ દરમિયાન એનસીસીમાં ટફ ટ્રેનિંગ લીધી હતી. 2012માં તેમણે બીઈ પુરૂ કર્યું.
- યુપીએસસી માટે આસિસ્ટન્ટ કમાન્ડો માટે ફોર્મ ભર્યું. એપ્રિલ 2014માં ફિઝિકલ ટેસ્ટમાટે દિલ્હી બોલાવામાં આવ્યા.
- તનુશ્રીએ જણાવ્યું કે, 18 સેકન્ડમાં 100મીટર અને અઢી સેકન્ડમાં 400 મીટર દોડવાનું હતું. મે 15 સેકન્ડમાં જ 100 મીટરની દોડ પુરી કરી લીધી હતી.
- મારી બીએસએફમાં પસંદગી કરી દેવામાં આવી. દાદાજીને જ્યારે આ વાતની ખબર પડી કે હું બીએસએફમાં જનારી પહેલી મહિલા ઓફિસર છું ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા હતા.
- અમારા ઘરે બે દિવસ સુધી ઉજવણીનો માહોલ હતું.
બીએસએફમાં કેવી છે મહિલાઓની સ્થિતિ?
- BSF પૈરામિલિટ્રી ફોર્સ છે. તેનો રોલ વધારે મહત્વનો એટલા માટે છે કારણકે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત છે.
- બીએસએફએ સૌથી પહેલાં 2010માં જૂનિયર લિડરશીપમાં મહિલાઓની ભરતી શરૂ કરી હતી. ત્યારે 15 મહિલા સબ ઈન્સપેક્ટરની ભરતી કરવામાં આવી હતી.
- હાલ આ ફોર્સમાં 42 મહિલા સબ ઈન્સપેક્ટર અને 3280 મહિલા કોન્સ્ટેબલ છે.
- એક અંદાજ પ્રામણે બીએસએફ હવે દર વર્ષે એક હજાર મહિલાઓની ભરતી કરે છે. પરંતુ તનુશ્રી પહેલી એવી મહિલા ઓફિસર છે જેમને બીએસએફમાં ઓપરેશનલ રોલ માટે પસંદ કરવામાં આવ્યા છે.
આગળની સ્લાઈડમાં જુઓ તનુશ્રીના પરિવાર સાથેની તસવીરો
અન્ય સમાચારો પણ છે...