• Gujarati News
  • Gangster Mustafa Dausa Calls 8 Models In Courtroom While A Hearing Was Going On

ગેંગસ્ટરે કોર્ટ રૂમમાં સુનાવણી દરમિયાન બોલાવી મોડેલ્સ, લીધુ ઓડિશન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: 1993માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી મુસ્તફા દૌસા દ્વારા કોર્ટ રૂમમાં સુનાવણી દરમિયાન મોડલ્સ બોલાવવા અને ઓડિશન લેવાનો મામલો સામે આવ્યો છે. દૌસા પર આરોપ છે કે દુબઈના એક જ્વેલરીની દુકાનના અસાઈન્મેન્ટ માટે તેણે કોર્ટરૂમમાં આઠ મોડલ્સને બોલાવી અને તેનાથી એકની પસંદગી કરી હતી.
પોલીસના કહ્યા મુજબ ઘટના આ મહિનાની શરૂઆતની છે. ઓડિશનમાં શામેલ એક 19 વર્ષની મોડેલે દૌસા વિરૂદ્ધ એફઆઈઆર કરાવી છે. મોડેલનો દાવો છે કે આઠમાંથી ત્રણ જ મોડેલનો શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જેમાં તે પોતે પણ છે. આ પછી ગેંગસ્ટરના નિકટના વ્યક્તિએ ટોકન અમાઉન્ટના રૂપે એક લાખ રૂપિયા આપ્યા હતા. મોડેલનો આરોપ છે કે તે પછી ગેંગસ્ટરના સહયોગીએ બે લોકોની મદદથી આ પૈસા અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આ બંને લૂંટારાઓ પોલીસના વેશમાં આવ્યા હતા. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
મુંબઈ બોમ્બ બ્લાસ્ટ
મુંબઈમાં માર્ચ 1993માં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા છે. જેમાં 257 લોકોનું મૃત્યુ થયું હતું જ્યારે 32 કરોડની સાર્વજનિક સંપતિને નુક્સાન થયું હતું. આ મામલે દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેમન અને અહમદ દૌસા ત્રણ મુખ્ય આરોપી છે. દૌસાને 2003માં પકડવામાં આવ્યો હતો.