મંદિર પર પાકે. ફેંક્યા'તા 3000 બોમ્બ, માતાના આશિર્વાદથી ના ફાટ્યો એકેય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: રાજસ્થાનમાં જેસલમેર બોર્ડર પર તનોટ માતાનું મંદિર)

જોધપુર: જેસલમેરમાં થાર રણમાં 120 કિમી દૂર બોર્ડર નજીક તનોટ માતાનું મંદિર છે. જેસલમેરમાં ભારત પાક. સીમા પર બનેલ આ મંદિર સાથે 1965 અને 1971આ ભારત-પાકિસ્તાન યુદ્ધની ઘણી યાદો જોડાયેલી છે. આ મંદિર ભારત જ નહીં પાકિસ્તાની સેના માટે પણ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાની સેનાને હરાવવામાં તનોત માતાની પણ બહુ મહત્વની ભૂમિકા છે. માન્યતા ત્યાં સુધી છે કે, માતાએ સૈનિકોની મદદ કરી અને પાકિસ્તાની સેનાએ પીછેહટ કરવી જ પડી આ ઘટનાની તસવીરો મંદિરના સંગ્રહાલયમાં આજે પણ છે, જેમાં પાકિસ્તાને નાખેલ જીવિત બોમ્બ પણ છે.

divyabhaskar.com ભારત-પાકિસ્તાનના 1965માં થયેલ યુદ્ધને 50 વર્ષ પૂરાં થતાં તમને પાકિસ્તાન બોર્ડર પર આવેલા એક એવા મંદિર વિશે જણાવી રહ્યું છે, જેના પર પાકિસ્તાની સેનાએ 3000 તોપના ગોઅળા વરસાવ્યા હતા, છતાં મંદિરને અણીભાર પણ નુકસાન નહોંતુ થયું.
3000 પાકિસ્તાની તોપના ગોળાની પણ ના થઈ કઈં અસર:

17થી 19 નવેમ્બર 1965 દરમિયાન શત્રુઓએ ત્રણ અલગ-અલગ દિશામાંથી તનોટ પર આક્રમણ કર્યું હતું. દુશ્મનની તોપો જબરજસ્ત આગ વરસાવતી હતી. આ સમયે તનોટની રક્ષા કરી રહેલ મેઝર જય સિંહની 13 બ્રિગેડિયરની કંપની અને સીમા સુરક્ષા દળની બે કંપનીઓ પાકિસ્તાનીઓનો સામનો કરી રહ્યા હતા. 1965ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાએ લગભગ 3000 બોમ્બ ફેંક્યા હતા, છતાં ઊની આંચ પણ નહોંતી આવી. 450 બોમ્બ તો મંદિરના પરિસરમાં પડ્યા હતા, જે તો ફૂટ્યા જ નહોંતા.

કબજો જમાવવાના હેતુથી ભારતના આ વિસ્તારમાં પાકિસ્તાને જબરજસ્ત હુમલો કર્યો હતો, પરંતુ તેમને સફળતા નહોંતી મળી. અત્યારસુધી જે સ્થળને કોઇ જાણતું પણ નહોંતુ તે આ યુદ્ધ બાદ પ્રસિદ્ધ બની ગયું. બધાને એવો વિશ્વાસ છે કે, તનોટ માતાની કૃપાથી જ આ શક્ય બન્યું છે. પાક સેના 4 કિમી અંદર સુધી આપણી બોર્ડર પર ઘૂસી ગઈ હતી અને આપણી સેના પર ભારે પડી રહી હતી, જેના જવાબી આક્રમણમાં પાકિસ્તાની સેનાને બહુ નુકશાન થયું હતું અને તેમને પાછા પડવું પડ્યું હતું.
માતાનું આ મંદિર અત્યાસ સુધી સુરક્ષા બળોનું કવચ બની રહ્યું છે અને શાંતિ સ્થપાતાં સુરક્ષાબળો મંદિરનું કવચ બન્યા છે. મંદિરને બીએસએફે પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. અત્યારે અહીંની બધી જ વ્યવસ્થા લશ્કર સંભાળી રહ્યું છે. મંદિરની અંદર એક મ્યૂઝિયમ પણ છે, જેમાં તે બધા જ બોમ્બ અને ગોળા મૂકવામાં આવ્યા છે જે ફૂટ્યા જ નહોંતા. મંદિરના પૂજારી પણ સૈનિક છે. સવાર-સાંજ આરતી થાય છે. આ મંદિરની ખ્યાતિ હિંદી ફિલ્મ બોર્ડરની વાર્તામાં પણ જણાવવામાં આવી છે. આ ફિલ્મ 1965માં થયેલ યુદ્ધમાં લોંગોવાલ પોસ્ટ પર પાકિસ્તાની સેનાના હુમલા પરથી બનેલ છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, એ મંદિર, જ્યાં માતાના ચમત્કારથી પાકિસ્તાની સેનાએ ફેંકેલ 3000 બોમ્બ ગોળા પણ કઈં ના કરી શક્યા...