સીકર : રાજસ્થાનનાં મોટાભાગના સ્થળોએ ગુરૂવારે સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. સીકરમાં ગુરૂવારે 8 કલાકમાં 197 મીમી (અંદાજે 8 ઇંચ) વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં 4-4 ફૂટ પાણી ભરાયું હોવાને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. રેલ્વે ટ્રેકના 2.5 ફૂટ ડૂબ્યા બાદ તંત્રએ હાઇએલર્ટ જાહેર કર્યું હતું. અહીં 35 વર્ષ બાદ આવો વરસાદ જોવા મળ્યો છે. અલવર, બાકાનૈર, ચિત્તોડગઢ સહિત ઘણા જીલ્લામાં સારો વરસાદ જોવા મળ્યો હતો.
બેઝમેંટમા પાણી ભરાતા યુવકનું મોત
સીકરમાં વરસાદને કારણે એક ઘરના બેઝમેંટમા પાણી અને માટી ભરાયા બાદ ત્યાં સુઇ રહેલા સંદીપ નામના યુવકનું મોત થયું હતું. પંપસેટથી પાણી કાઢ્યા બાદ તેને હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. પ્રભારી મંત્રી અજયસિંહ કિલકે મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.
રાહતકાર્યોમાં જોડાયા હોમગાર્ડ્સ, સ્કાઉટ્સ
- ભારે વરસાદને કારણે સીકરના નવલગઢ રોડ, શિવ કોલોની, રાધાકિશનપુરા, સ્ટેશનરોડ સહિત 10 કોલોનીઓના 200 જેટલા ઘરોમાં પાણી.
- નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને કાઢી શાળાઓમાં બનેલી રાહત શિબિરોમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાહતકાર્યમાં 100 થી વધુ હોમગાર્ડ અને 2000થી વધારે સ્કાઉટ્સ જોડાયા છે.
જમ્મૂ-શ્રીનગર હાઇવે બંધ, અમરનાથ યાત્રીઓ ફસાયા
ભૂસ્ખલનને કારણે જમ્મૂ-કાશ્મીર હાઇવે બંધ થઇ ગયો છે અને આ કારણોસર ઘણા અમરનાથ યાત્રીઓ ફસાયા છે.
(આગળની સ્લાઇડ્સમાં જુઓ શહેરમાં પૂરની સ્થિતિને દર્શાવતી તસવીરો)
તસવીરો – વિશાલ સોની