તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજેપી MLAના દીકરાનો આતંક, 18 પોલીસવાળાઓ બોલ્યા- ‘સાહેબ ટ્રાન્સફર આપો’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાહજહાંપુર: યુપી ચૂંટણીમાં બીજેપીની મોટી જીત પછી હવે બીજેપી ધારાસભ્યોની દબંગાઇના સમાચાર બહાર આવી રહ્યા છે. આ જ કડીમાં હવે બીજેપીના ધારાસભ્ય રોશનલાલ વર્માનું નામ પણ જોડાઇ ગયું છે. અહીંયા રોશનલાલ વર્માના દીકરાની ગુંડાગીરીના કારણે એક પોલીસસ્ટેશનના એસઓથી લઇને સિપાઇઓ સુધીના કુલ 18 પોલીસવાળાઓએ એસપી પાસે બદલીની માંગ કરી છે. આ સંબંધે એક પત્ર પણ પોલીસસ્ટેશન દ્વારા એસપીને મોકલવામાં આવ્યો છે.
 
આ છે મામલો
 
- આ મામલો નિગોહી પોલીસસ્ટેશન વિસ્તારનો છે. આ વિસ્તારથી બીજેપીના ધારાસભ્ય રોશનલાલ વર્મા છે. રોશનલાલ પોતાની દબંગ છાપ માટે જાણીતા છે.
- નિગોહી પોલીસસ્ટેશનના એસઓ અવનીશ યાદવે જણાવ્યું કે, બુધવાર રાતે તેમના ફોન પર ધારાસભ્ય રોશનલાલ વર્માના મોબાઇલ પરથી ફોન આવ્યો.
- તેમના ગનરે ફોન પર કહ્યું કે, ધારાસભ્યના પેટ્રોલ પંપ પર કેટલાક છોકરાઓ વિવાદ કરી રહ્યા છે. તેના પછી જ્યારે હું પેટ્રોલ પંપ પર પહોંચ્યો તો ત્યાં ધારાસભ્યનો દીકરો સચિન આવી ગયો. તેની સાથે લગભગ 15-20 જણા હતા.
- અવનીશે જણાવ્યું- હું એ યુવકને પૂછપરછ કરી રહ્યો હતો, ત્યાં જ ધારાસભ્યનો દીકરો સચિન તેને મારવા લાગ્યો. સચિન જબરદસ્તી તે યુવકને પોતાની ગાડીમાં નાખીને ક્યાંક લઇ જવા લાગ્યો. આ વાતનો મેં વિરોધ પણ કર્યો, પરંતુ તેની સાથે ઘણા લોકો હતા અને હું એકલો હતો. તેના પછી હું પોલીસસ્ટેશન પાછો આવી ગયો.
 
એસઓ સહિત આખા પોલીસસ્ટેશને પાડી સામૂહિક ટ્રાન્સફર માટે પોકાર
 
- ધારાસભ્ય રોશનલાલ વર્માના દીકરાની ગુંડાગીરી સામે આવ્યા પછી હવે પોલીસ પણ તે પોલીસસ્ટેશનમાં પોતાને સુરક્ષિત નથી માનતી.
- આ ઘટના પછી જ્યારે એસઓ પોલીસસ્ટેશન પહોંચ્યા તો ત્યાં સિપાઇઓ અને એસઓ સહિત આખા પોલીસસ્ટેશનના સ્ટાફે એસપીને એક પત્ર લખીને ટ્રાન્સફર આપવાની માંગ કરી છે.
- ઓસઓનું કહેવું છે કે આ મામલામાં હવે ટોચના અધિકારીઓ પૂછશે તો તેમના જણાવી દેવામાં આવશે. મામલો શાસકપક્ષના ધારાસભ્ય સાથે સંકળાયેલો હોવાને કારણે પોલીસના ટોચના અધિકારીઓ સામૂહિક ટ્રાન્સફરના મામલે કંઇપણ બોલવા માટે તૈયાર નથી.
 
 લેખિતમાં મળશે તો સચિન વિરુદ્ધ કરીશ કાર્યવાહી: એસઓ
 
- એસઓ અવનીશ યાદવનું કહેવું છે કે, ફોન આવ્યાના પાંચ મિનિટની અંદર જ હું પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. પછી ધારાસભ્યનો છોકરો તે યુવકને મારવા લાગે અને બળજબરી પોતાની ગાડીમાં લઇ જાય એ ખોટું છે.
- આ લોકો સત્તાનો ડર બતાવવા માંગે છે. મારી પાસે યુવક તરફથી લેખિતમાં કોઇ ફરિયાદ આવી નથી. જો અમને ફરિયાદ મળશે તો અમે ધારાસભ્યના દીકરા પર ચોક્કસથી કાર્યવાહી કરીશું.
 
આ છે રોશનલાલ વર્માની પ્રોફાઇલ
 
- રોશનલાલ વર્મા શાહજહાંપુરની તિલહર સીટથી બીજેપીના ધારાસભ્ય છે.
- તેમની કુલ સંપત્તિ 2 કરોડ 50 લાખ છે. તેઓ આઠમા ધોરણ સુધી ભણ્યા છે.
- યુપી ચૂંટણીમાં તેમણે બસપાના અવધેશ વર્માને હરાવીને જીત મેળવી હતી.
 
ધારાસભ્યના દીકરાની ફેસબુક પ્રોફાઇલમાં છે આ વિગતો
 
- સચિન વર્માએ તેની ફેસબુક પ્રોફાઇલ પર આરઆઇ ફિલિંગ સ્ટેશન અને ઓમ ધ્યાન ફિલિંગ સ્ટેશનમાં પોતાને ડાયરેક્ટર બતાવ્યો છે.
- આ સિવાય એસડીએમઆરકે ડિગ્રી કોલેડનો પણ ડાયરેક્ટર બતાવ્યો છે.
 
બીજેપી પ્રવક્તાએ કહ્યું- હમણા અમારી સરકાર જીતીને આવી છે, તપાસ કરાવીશું
 
- બીજેપી પ્રવક્તા શલભ મણિ ત્રિપાઠીએ કહ્યું- હમણા અમારી સરકાર જીતીને આવી છે. દિવ્યભાસ્કર દ્વારા આ મામલા વિશે જાણ થઇ છે.
- સરકાર બનતા જ અમે આ મામલાની તપાસ કરાવીશું અને જો ધારાસભ્ય દોષી જણાયા તો કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પોલીસને પણ પૂરી છૂટ છે કે દોષી વ્યક્તિ પર કાર્યવાહી કરે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ સંબંધિત ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો