તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતાનું દેવું ચૂકવવા કિશોર 17 મહિના સુધી મજૂર બન્યો, સવારે 5થી રાત્રે 11 સુધી કામ કરતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશોકનગર (મધ્યપ્રદેશ): પોતાના પિતાનું દેવું ચુકવવા માટે 13 વર્ષનો એક કિશોર 17 મહિના સુધી બંધવા (વેઠિયો)મજૂર બન્યો હતો. દરરોજ 15 કલાક મજૂરી કરતો હતો. કિશોરને શુક્રવારે મહિલા ડિવીઝનની ટીમે તેને મુક્ત કરાવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પિતાના 30 હજાર રૂપિયાનું દેવું ચુકવવા માટે કિશોરને 2500 રૂપિયામાં નોકરીએ રાખવામાં આવ્યો હતો.
રામરતન વિશ્વકર્માનો 13 વર્ષનો પુત્ર રોહિતે જણાવ્યું કે તે ભિંડ જિલ્લાના ગેંદપુરા ગામનો વતની છે. બે વર્ષ પહેલા જ્યારે તેની દાદીનું નિધન થયું હતું ત્યારે તેના પિતાએ રમાશંકર શિવહરે પાસેથી 30 હજાર રૂપિયાનું કરજ લીધું હતું.
બદલામાં પિતાએ મોટા પુત્રને કામ કરવા માટે રમાશંકર સાથે મોકલી દીધો હતો. આશરે એક મહિના કામ કરવા દરમિયાન જ્યારે રમાશંકરે તેના મોટા ભાઇ સાથે મારપીટ કરી તો તે ભાગી ગયો. તેના બદલામાં રમાશંકર રોહિતને ગામમાંથી લઇ આવ્યો.
રોહિતે જણાવ્યું કે તે સવારે 5 વાગે ઉઠીને કામ કરતો હતો. સવારે 10 વાગે તે બાયપાસ રોડ પર લારી લગાવતો હતો. દરમિયાનમાં તેનો માલિક બાઇક પર રાઉન્ડ મારવા આવતો હતો અને હિસાબ ચકાસીને પાછો જતો રહેતો હતો. રાત્રે 9 વાગે લારી લઇને ઘરે પહોંચતો હતો અને 10 વાગ્યા સુધી સાફ-સફાઇ કર્યા પછી ઉંઘતો હતો. તેણે જણાવ્યું કે જે દિવસે ઓછા નાણા આવતા, તે દિવસે આરોપી તેની સાથે મારપીટ કરતો હતો.
આવી રીતે મામલાનો ખુલાસો થયો

પોલીસ કોન્સટેબલ વિજય ભાર્ગવ તેની ચાટની લારી પર આવતા હતા. એક દિવસે વાતચીતમાં રોહિતે ભાર્ગવને પુરી વાત બતાવી. બાળશ્રમ અને બંધુવા મજૂરીનો મામલો હોવાથી તેમણે આ મામલા વિશે એસપી સંતોષસિંહ ગૌરને વાકેફ કરતાં કાર્યવાહીના નિર્દેશ આપ્યા. શુક્રવારે રોહિતને મુક્ત કરાવવા માટે ડીએસપી રાજકુમારસિંહ અને ભાર્ગવ ત્યાં પહોંચીને ઓરોપીની ધરપકડ કરી રોહિતને છોડાવ્યો હતો.
પોલીસ અને શ્રમ વિભાગની અલગ-અલગ કાર્યવાહી

જિલ્લાનો આ પ્રથમ કેસ છે જ્યારે કોઇ સગીરને બંધવા મજૂરીથી મુક્ત કરાવવામાં આવ્યો છે. શ્રમ વિભાગ કાયદા મુજબ કાર્યવાહી કરશે. જ્યારે પોલીસ દ્વારા કિશોર ન્યાય બાળકોની દેખરેખ અને સંરક્ષણ અધિનિયમ 2015 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કલમમાં આરોપીને 1 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષના કારાવાસની સજાની જોગવાઇ છે.
અન્ય સમાચારો પણ છે...