• Gujarati News
  • National
  • 17 Year Old Juvenile Succumbs To Injuries After Being Beaten And Tortured In Remand Home.

17 વર્ષના યુવક સાથે રિમાન્ડ હોમમાં ક્રૂરતા, માર માર્યા બાદ હોસ્પિટલમાં થયુ મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: મુંબઈના માટુંગામાં આવેલા કિશોર રિમાન્ડ હોમમાં એક 17 વર્ષના કિશોરને ગુરૂવારે એવો મારવામાં આવ્યો કે તેનું મૃત્યુ થયું છે. મૃતકને ચોરીના આરોપમાં પકડવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ વિભાગે આક્ષેપોને નકાર્યા છે. 17 વર્ષનો યુવક જે નાયર હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો છે તેને રિમાન્ડ હોમમાં માર્યો હોવાની વાતને રદીયો આપ્યો છે. અને વિભાગ આ મામલે વધારે તપાસ કરાવી રહ્યું હોવાનું જાણવા મળ્યુ છે.
પોલીસના જણાવ્યા મુજબ પવાઈના રહેવાસી આમિર જમાલ ખાનને 24મેના રોજ ગંભીર હાલતમાં નાયર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ક્યા આરોપ હેઠળ હતો રિમાન્ડ હોમમાં
17મેએ એક મહિલાનું પર્સ ચોરી કરવાના આરોપમાં પવાઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. પછી તેને બાયકુલા પાસે આવેલા ડોંગરી રિમાન્ડ હોમમાં ખસેડવામાં આવ્યો હતો. થોડા દિવસો બાદ તેને માટુંગામાં આવેલા ડેવિડ સેસોન રિમાન્ડ હોમમાં ખસેડવામાં આવ્યો હતો.
શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટરના જણાવ્યા પ્રમાણે પોલીસની એક ટીમ યુવકનું નિવેદન લેવા માટે નાયર હોસ્પિટલ પહોંચી હતી. તે સમયે યુવકે માટુંગા ડેવિડ સેસોન રિમાન્ડ હોમના તેના સાથી કેદીઓ અને વરિષ્ઠ અધિકારીઓ તેના પર ત્રાસ ગુજારતા હોવાનું નિવેદનમાં કહ્યું હતું.
શું પગલા લેશે પોલીસ
આ નિવેદનના આધારે પોલીસે ગુરૂવારે રિમાન્ડ હોમના 12 કેદીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. બાળ વિકાસ કમિટી પાસેથી પોલીસે આ કેદીઓની પૂછપરછની પરવાગની માગી છે. પોલીસનું કહેવું છે કે કેદીઓ સગીર હોવાના કારણે બાળ વિકાસ કમિટીની પરવાનગી લેવી જરૂરી હતી જે માટે અમે તેમને જાણ કરી છે. પોલીસે નાયર હોસ્પિટલના ડોક્ટર પાસે મૃતકની ઈજા અંગે પણ વિગતો માંગી છે જેના કારણે તેનું મૃત્યુ થયું.
મહિલા અને બાળ વિકાસ મંત્રીનું શું કહેવું છે
આ અંગે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી વિદ્યા ઠાકુરનું કહેવું છે કે મારી પાસે આવેલી પ્રાથમિક માહિતી અનુસાર યુવકને 20 એપ્રિલના રોજ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો હતો. અને 20મેએ તેને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટના માતા-પિતાને સોંપાયા બાદ બની હતી. ઠાકુરે કહ્યું કે તે પોલીસ પાસેથી યુવકની રિમાન્ડ હોમની કસ્ટડી અંગે વધારે જાણકારી મેળવી રહ્યા છે. ઠાકુરનું કહેવું છે કે યુવક પર ક્યારે અને શા માટે હુમલો કરવામાં આવ્યો તે તપાસનો વિષય છે. અને તપાસમાં સત્ય બહાર આવશે.
અન્ય સમાચારો પણ છે...