સુલતાનપુર બેઠક ૧૬ વર્ષ બાદ જીતવાની ભાજપને આશા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધી પરિવારની સલામત બેઠક ગણાતી અમેઠી અને રાયબરેલીની બાજુમાં આવેલી સુલતાનપુર બેઠક પર ભાજપને આશા છે કે વરુણ ગાંધી ૧૬ વર્ષના લાંબા અંતરાલ બાદ કમળ ખીલવવામાં ચોક્કસ સફળતા મેળવશે.
કોંગ્રેસની ટિકિટ પરથી પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહેલાં 'રાણીસાહિ‌બા’ અમિતા સિંહની સામે વરુણ ગાંધી અને બસપાના બ્રાહ્મણ ઉમેદવાર પવન પાંડે સહિ‌ત ૧૨ અન્ય ઉમેદવારો ચૂંટણીનો જંગ લડી રહ્યાં છે. થોડા મહિ‌નાઓ પહેલા 'રાજાસાહેબ’ તરીકે ઓળખાતા તેમના પતિનું રાજ્યસભાની બેઠક માટે નામાંકન કરવામાં આવ્યું હતું. બાબરી મસ્જિદ ધ્વંસ કેસનો આરોપી સુલતાનપુની બેઠક પરથી બસપાની ટિકિટ પર લડી રહ્યો છે. ઉપરાંત પવન પાંડેની સામે ખૂન અને રાયોટિંગ જેવા ગંભીર ગુના સહિ‌ત ૩૦ જેટલા કેસો નોંધાયેલા છે.
૧૯૯૯થી ૨૦૦૪ની વચ્ચે આ બેઠક પરથી કોંગ્રેસ સાત વખત ચૂંટણી જીતી છે, જ્યારે ભાજપ માત્ર બે વખત ૧૯૯૧ અને ૧૯૯૮માં જ જીતી શકી છે. ચાલુ લોકસભા ચૂંટણીમાં સુલતાનપુર બેઠક પરથી વરુણ ગાંધીને ઉતારતા ભાજપનું કમળ ખીલે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. વરુણ ગાંધીને આ વખતે પિલિભિતથી સુલતાનપુર ખસેડવામાં આવ્યા છે.
, જ્યાં ગત લોકસભા ચૂંટણીમાં તેઓ ૨.૮ લાખ વોટના જંગી માર્જિનથી જીતી ગયા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અમેઠી અને રાયબરેલીની બાજુની આ બેઠક પર કોંગ્રેસની હાલત કફોડી બનીને રહી ગઈ છે.