તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરરોજની જેમ પ્રેમીને મળવા ગઈ GF, ખબર નહોતી કે આ વખતે દગો આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ  રાજ્યના પાટનગરમાં 9માં ધોરણમાં ભણતી એક સગીરા સાથે ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો કે, પ્રેમીએ દગો આપી પોતાના મિત્રના રૂમે બોલાવી અને 2 અન્ય યુવકો સાથે મળી ગેંગરેપ કર્યો હતો. પોલીસે આ મામલે 3 આરોપી ગોવિંદ, શુભમ અને વિપિનની ધરપકડ કરી છે. મેડિકલ ટેસ્ટમાં ગેંગરેપની પૃષ્ટિ થઈ ગઈ છે.
 
પીડિતાએ જણાવી આ વાતો....

- 16 વર્ષીય પીડિતાએ જણાવ્યું કે, વિસ્તારના ગોવિંદ નામના યુવક સાથે તેની 1 વર્ષથી મિત્રતા હતી. તેઓ અવાર-નવાર એકબીજાને મળતા હતા.
- ગત 9 જૂનના રોજ આરોપી પ્રેમીએ તેને મિત્રના ઘરે બોલાવ્યો હતો, જ્યાં પહેલાથી જ તેના 2 મિત્રો પણ હાજર હતા. 
- સગીરાએ જણાવ્યું કે,‘મને આશા નહોતી કે મારી સાથે આટલો મોટો દગો કરશે, હું તો વિશ્વાસને કારણે દરરોજની જેમ તેને મળવા ગઈ હતી.’
- સગીરાના ઘટના સ્થળે પહોંચવા પર તેના પ્રેમી અને અન્ય 2 સાથીઓએ ગેંગરેપ કર્યો હતો. જે પછી તેને મારી નાખવાની ધમકી આપી છોડી દીધી હતી.
-ગેંગરેપની ઘટનાના બીજા દિવસે સગીરાએ પરિવારજનો સાથે આલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
- મેડિકલ રિપોર્ટમાં ગેંગરેપની પૃષ્ટિ થતા જ પોલીસે ત્રણેય આરોપીઓને જેલમાં મોકલી દીધા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)