તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 વર્ષીય છોકરીએ કહી આપવીતી, જણાવ્યું-કેમ લગ્નના 8 દિવસ બાદ ભાગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્દોરઃ બુરહાનપુરમાં એક સગીરાનું સપનું હતું કે તે કોલેજથી નર્સિંગની ડિગ્રી લઈ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરે, જોકે માતા-પિતાએ નાની વયે જ લગ્ન કરી તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. લગ્નના 8 દિવસ બાદ સગીરા પિયર પરત ફરી તો પરિવારજનોએ સાસરે પાછી જવા દબાણ કર્યું. તેણે માતા-પિતાને ઘણી વિનંતી કરે કે, તેને આગળ ભણવા દે અને સાસરે ન મોકલે. જોકે માતા-પિતાએ તેની વાત ન માની. જે પછી નારાજ સગીરાએ પિયર પણ છોડી દીધું.
 
સ્ટુડન્ટ્સને રેલવે સ્ટેશન પર રડતી મળી હતી સગીરા.......

- બુરહાનપુરના અમુક સ્ટુડન્ટ્સને સગીરા પુણે સ્ટેશન પર રડતી જોવા મળી હતી. તેની કહાણી સાંભળ્યા બાદ તેઓ તેને સાથે ઘરે લઈ ગયા અને પોલીસની મદદથી સોલાપુરના વારસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.
- પોલીસની સૂચના પર તેના પરિવારજનો બુરહાનપુર પહોંચ્યા પરંતુ સોલાપુર પોલીસ સગીરાને પોતાની સાથે લઈ ગઈ.
- મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાના વારસી પોલીસ સ્ટેશન વિસ્તારના નારિયેળના વેપારીની પુત્રીએ 12ના ધોરણની પરીક્ષા આપી હતી. તેણે નર્સિંગની ડિગ્રી માટે પ્રવેશ મેળવવાની તૈયારીઓ કરી રહી હતી.
- આ સમયે તેના પરિવારે સમાજના એક પરિવારમાં તેના લગ્ન નક્કી કરી નાંખ્યા.
- સગીરાની જન્મ તારીખ 17 મે 2000 છે, જેથી લગ્ન સમયે તેની વય માત્ર 16 વર્ષ જ હતી. તે ઘરેથી સાસરે જવાનું કહી ટ્રેનમાં બેસી પુણે પહોંચી ગઈ હતી.
- પોલીસે સગીરાના માતા-પિતા વિરુદ્ધ બાળવિવાહનો કેસ નોંધ્યો હતો. ઓળખ માટે પરિવારજનોને બુરહાનપુર લાવામાં આવ્યા હતા. અહીં પરિવારજનો અને સગીરાનું નિવેદન નોંધ્યા બાદ સગીરાને વારસી લઈ જવામાં આવી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..............................)