15 વર્ષીય દુષ્કર્મપીડિતા 31 સપ્તાહની ગર્ભવતી, તબીબ બનવાના સ્વપ્ન હોસ્પિટલમાં કરે છે અભ્યાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિવાની: તે માત્ર 15 વર્ષની છે. સાતમાની વિદ્યાર્થિની. ભણવામાં પહેલાં પણ હોંશિયાર હતી, આજે પણ છે. તબીબ બનવાનું સ્વપ્ન ત્યારે પણ હતું, આજ પણ છે. સાઢા સાત મહિના પહેલાં તેની કોલોનીની સ્કૂલમાં જ ભણતા એક સગીરે તેની સાથે બળજબરી કરી હતી. ભયના કારણે શ્વેતાએ (નામ બદલ્યું છે) કોઇ સામે તેનો ઉલ્લેખ ના કર્યો. ઘટનાની જાણ એક મહિના પહેલાં ત્યારે થઇ જ્યારે તેના પેટમાં દુખાવો થયો. ગભરાઇ ગયેલા આપ્તજનો તેને લઇને હોસ્પિટલ લઇ ગયાં હતાં.
 
માથા પાસે દવાઓ સાથે પુસ્તકો પણ
 
- અલ્ટ્રાસાઉન્ડનો રિપોર્ટ આવ્યો તો બધા ચોંકી ગયા. તે ગર્ભવતી હતી.
- ગર્ભ વધારે સમયનો હતો, તેથી તબીબોએ ગર્ભપાતનો ઇનકાર કરી દીધો. હવે તે 31 સપ્તાહની ગર્ભવતી છે.
- તેના જીવ સામે ખતરો છે. છેલ્લા એક સપ્તાહથી તબીબો ઓપરેશન મારફત ડિલિવરીની તૈયારી કરી રહ્યા છે.
- આ દરમિયાન શ્વેતા રોજ પાંચ-છ કલાક અભ્યાસ કરી રહી છે.
- તેના માથા પાસે દવાઓ છે તો સાથે જ પુસ્તકો પણ છે.
 
જે થયું તે થઇ ગયું, તેના કારણે મારું સ્વપ્ન નહીં તૂટવા દઉં..
 
- શ્વેતા ચાર ભાઈ બહેનોમાં સૌથી નાની છે. છેલ્લા એક સપ્તાહથી તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
- જ્યારે તેને અહીં લવાઇ હતી ત્યારે તેના હિમોગ્લોબિનનું સ્તર માત્ર 7 ગ્રામ હતું.
- લોહી વધારવા ઇન્જેક્શન અપાયાં હતાં. હવે સ્તર 8 સુધી પહોંચ્યું હતું.
- માનસિક રીતે મજબૂત બનાવવા માટે મનોચિકિત્સક બોલાવાય છે. 
 
જે થયું , તે થઇ ગયું. તેના કારણે હું મારું સ્વપ્ન નહીં તૂટવા દઉંઃ પીડિતા
 
- જોકે, તબીબો એમ પણ કહે છે કે, તે પહેલાથી જ મજબૂત છે. અમે તેને આરામ કરવા કહીએ છીએ, તે ભણતી રહે છે.
- શ્વેતા પોતાની વાત કરતા હળવા મલકાટ સાથે કહે છે કે, \'જ્યારે હું 5-6 વર્ષની હતી ત્યારે બાબા (દાદા) બીમાર રહેતા હતા.\'
- \'તબીબો દવા લખીને આપતા તો તેઓ નહોતા લેતા. આ જોઇને હું બાબાને ઝાડુની સળીથી ડરાવતી હતી કે દવા નહીં લો તો તમને ઇન્જેક્શન લગાવાશે.\'
- \'હું આટલું કહું ત્યાં તો તેઓ દવા લઇ લેતા હતા. તબીબના ઇન્જેક્શનથી લોકો આટલું ડરે છે, તે જોઇને હું બધાને કહેતી હતી કે જો જો હું મોટી થઇને તબીબ જ બનીશ.\'
- દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ આવતા જ તે કહે છે, \'જે થયું , તે થઇ ગયું. તેના કારણે હું મારું સ્વપ્ન નહીં તૂટવા દઉં.\'
 
ડોક્ટર અનુસાર ગર્ભપાત શક્ત નહોતો
 
- ઘટના સામે આવતા આરોપીને આગલા દિવસે જ પોલીસે પકડી લીધો હતો. તેને સુધાર ગૃહ મોકલી અપાયો છે.
- બાળકીની સારવાર કરી રહેલી ડૉ. પ્રિયંકાના અનુસાર ગર્ભપાત શક્ય નહતો.
- ડિલિવરી માટે ઓપરેશન કરી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...