PMની ટીમમાં ૧૫ નવા પ્રધાનોનો થશે ઉમેરો, શુક્રવારે થઇ શકે છે વિસ્તરણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સોનિયા ગાંધીએ ઉચ્ચસ્તરે ચર્ચા કરી - શુક્રવારે મંત્રીમંડળનો વિસ્તાર થઈ શકે છેસરકારમાં પરિવર્તન માટેનાં ચક્રો ગતિમાન બની ચૂક્યા છે. યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સોમવારે આ અનુસંધાનમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી હતી. શુક્રવારે કેબિનેટમાં પરિવર્તન થવાની સંભાવના છે. તે પછી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી કાશ્મીરના બે દિવસના પ્રવાસે જઇ રહ્યા છે. મનમોહન ટીમમાં નવા ૧૫ ચહેરા સામેલ થવાની સંભાવના છે. કેટલાક જુના ચહેરાની બાદબાકી થવાની પણ સંભાવના છે.તૃણમૂલના છ પ્રધાનોનાં રાજીનામા પછી પ્રધાનમંડળમાં હાલ ૧૦ પદ ખાલી છે. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બનતાં, પૃથ્વીરાજ ચવ્હાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનતાં પણ બે પદ ખાલી થયાં છે. વિલાસરાવ દેશમુખના મૃત્યુ અને ટુજી કૌભાંડમાં ફસાયેલા એ. રાજાએ રાજીનામું આપતાં પણ અન્ય બે બેઠકો ખાલી થઇ.સોનિયા સોમવારે જે નેતાઓને આ અનુસંધાનમાં મળ્યા તેમાં મોતીલાલ વોરા, મોહન પ્રકાશ, અહમદ પટેલ, કેન્દ્રીય પ્રધાન સી.પી. જોશી, ગુલામનબી આઝાદ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ચવ્હાણનો સમાવેશ થાય છે. જોશી હાલમાં રેલવે મંત્રાલયનો વધારાનો હવાલો ધરાવે છે. વડાપ્રધાન જે રફતારે આર્થિક સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છે તે જોતાં લાગે છે કે મંત્રીમંડળમાં મોટાપાયે પરિવર્તનો આવી રહ્યાં છે.- પરિવર્તનના સંકેતો- તૃણમૂલ કોંગ્રેસના છ પ્રધાનોએ રાજીનામા આપ્યાં પછી પશ્ચિમ બંગાળના બે-ત્રણ કોંગ્રેસી નેતાઓને પ્રધાનમંડળમાં સામેલ કરી શકાય છે. - દીપા દાસમુન્શી અને અધીર ચૌધરીના નામ તેમાં સૌથી આગળ છે. પ્રદેશ અધ્યક્ષ પ્રદીપ ભટ્ટાચાર્યને પ્રધાન બનાવી શકાય છે. - કોંગ્રેસના મનીષ તિવારી અને ફિલ્મ સ્ટાર ચિરંજીવી પ્રધાન બની શકે છે. અગાથા સંગમાના સ્થાને એનસીપીના કોટાને ભરવા તારિક અનવરના નામ પર મહોર લાગી શકે છે. -કપિલ સબિ્બલ, બેનીપ્રસાદ વર્મા, સી.પી.જોશી, વ્યાલાર રવિ અને વીરપ્પા મોઇલી પાસે બે-બે મંત્રાલય છે. તેની જવાબદારી નવા પ્રધાનને સોંપી શકાય છે. -મહારાષ્ટ્રમાંથી ગુરૂદાસ કામત અને વિલાસરાવ મુત્તેમવાર, કેરળથી શશી થરૂર, ઉપરાંત મીનાક્ષી નટરાજન પણ પ્રધાનમંડળમાં આવી શકે છે. - રેલવે મંત્રાલય અંદાજે ૧૬ વર્ષ પછી કોંગ્રેસના હાથમાં આવ્યું છે. સી.પી. જોશીને જ તેનો હવાલો સોંપાશે તેવી અટકળો છે.કારોબારીની બેઠક આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે કારોબારી સમિતિની બેઠક બોલાવી છે. તેમાં વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. તૃણમૂલ કોંગ્રેસ યુપીએથી અલગ થઇ, આર્થિક સુધારાનો થઇ રહેલો વિરોધ, ગુજરાત અને હિમાચલપ્રદેશમાં આવી રહેલી ચૂંટણીઓ સહિતના મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. રાહુલ ગાંધીને સંગઠનમાં મોટી જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે.- આ મંત્રીઓની બાદબાકી થવાની શક્યતાકોલસા બ્લોક વિવાદમાં ફસાયેલા સુબોધકાન્ત સહાય, પી.એ. સંગમાની પુત્રી અગાથા સંગમા, કોલસાપ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલની ખુરશી જઇ શકે છે. તે ઉપરાંત મુકુલ વાસનિક, બેનીપ્રસાદ વર્માની પણ બાદબાકી થઇ શકે છે.