• Gujarati News
  • 11th September 1893 The Day Swami Vivekananda Created History Address At World Parliament Of Religions In Chicago Narendra Modi Tweets

મોદીનું TWEET : 11 સપ્ટેમ્બર, એક ભાઇચારાની અને એક આતંકની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મોદીએ કરેલી ટ્વીટ)
નવી દિલ્હી : આજે 11મી સપ્ટેમ્બર છે. સ્વામી વિવેકાનંદે આ જ તારીખે 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદને સંબોધન કર્યું હતું. આજે સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સ્વામીજીના એ સંબોધનની દેશવાસીઓને યાદ અપાવી હતી.નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં અમેરિકા જવાના છે અને 20 હજારથી વધુ બિન-નિવાસી ભારતીયોને સંબોધન કરવાના છે. મોદીનું સંબોધન ઐતિહાસિક બનાવવા પૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અગાઉ 2003માં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ત્રણ હજાર ભારતીયોને અમેરિકામાં સંબોધન કર્યું હતું.
મોદીએ ટ્વીટ કર્યું છે કે, આજના દિવસે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ધર્મ સંસદને સંબોધી ઇતિહાસ સર્જ્યો હતો.

સ્વામીજીએ પોતાના સંબોધન દ્વારા આખી દુનિયાનું ધ્યાન આપણા દેશના ભવ્ય ઇતિહાસ અને પરંપરાઓ તરફ દોર્યું હતું. "Sisters & brothers of America"…આ શબ્દો દ્વારા તેમણે ભારતના વૈશ્વિક ભાઇચારાના સંદેશને આખી દુનિયામાં વહેતો કર્યો હતો. મોદીએ લખ્યું છે કે આજની તારીખના બે ચિત્રો છે. 2001ની 11મી સપ્ટેમ્બર અને 1893ની 11મી સપ્ટેમ્બર.
અમેરિકાનો એ આતંકી હુમલો અને સ્વામીજીએ આપેલો ભાઇચારાને આપેલો સંદેશ. આપણે સ્વામીજીના દેખાડેલા માર્ગ પર ચાલીએ છીએ? 2001 જેવી આતંકી ઘટના ઇતિહાસે ભાગ્યે જ જોઇ છે. સ્વામીજીના એ શબ્દોને યાદ રાખીએ. વૈશ્વિક શાંતિ અને ભાઇચારા માટે પ્રયન્તશીલ રહીએ. તેમણે સ્વામીજીના એ સંબોધનની લિંક પણ શેર કરી છે.
શિકાગોમાં પ્રથમ વ્યાખ્યાનમાં ખરેખર વિવેકાનંદ શું બોલ્યા હતા……….?ક્લિક કરો આગળની સ્લાઇડ