તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત સહિત આ 11 રાજ્યોમાં થશે ભારે વરસાદ, દિલ્હી-ઉત્તરાખંડની હાલત ખરાબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેહરાદૂન: દેશના 11 રાજ્યોમાં સાઉથ-વેસ્ટ ચોમાસુ સક્રિય થઈ ગયું છે. તેના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વમાં યુપી, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, બિહાર, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક સાથે જ મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો અંદાજ છે. બે રાજ્યો ઉત્તરાખંડ અને આસામમાં પૂર આવવાની પણ શક્યતા છે. રવિવારે પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદ હોવાના કારણે ઘણી જગ્યાએ લેન્ડ સ્લાઈડ થયું છે જ્યારે અમુક રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. ઉત્તરાખંડમાં વરસાદના કારણે 9 લોકોના મૃત્યુ થયા હોવાની પણ માહિતી છે. ઘરમાં ઘુસ્યા વરસાદના પાણી....
- હરિદ્વાર-દિલ્હી હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે. હરિદ્વારમાં રેલવે ટ્રેકને પણ નુકસાન છે.
- લેન્ડ સ્લાઈડના કારણે બદ્રીનાથ - જોશીમઠ હાઈવે, ધંસાલી-પ્રતાપનગર રોડ અને નેશનલ હાઈવે 507 અસર ગ્રસ્ત થયા છે.
- રાજ્યમાં અત્યાર સુધી 9 લોકોના મૃત્યુ થયા છે. શનિવારે ઉત્તરકાશીમાં લેન્ડ સ્લાઈડથી 3 લોકો અને પૌઢીમાં એક કાર ખાઈમાં પડી જવાના કારણે 6 લોકોના મૃત્યુ થયા છે.
- હરિદ્વારના ઘણાં વિસ્તારોમાં પાણી ઘરમાં ઘુસી ગયા છે. રોડ પર પાણી ભરાઈ ગયા છે. તેના કારણે ઘણાં લોકો પરેશાન થઈ રહ્યા છે.
- નૈનીતાલ અને ઉધમ સિંહ નગર ડિસ્ટ્રિક્ટમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે.
- સીએમ હરીશ રાવતે કહ્યું છે કે, સંજોગોને સુધારવા માટે સરકાર જરૂરી પગલાં લઈ રહી છે.
ઉત્તરાખંડમાં 9 નદીમાં પૂર, એલર્ટ જાહેર

- ઉત્તરાખંડમાં ગંગા, શારદા, કોસી, સરયુ અને અલકનંદા સહિત 9 નદીમાં પૂરની સ્થિતિ છે. હરિદ્વારમાં ગંગા જોખમી નીશાન પાસે પહોંચી ગઈ છે.
- દક્ષીણ-પશ્ચિમ ચોમાસુ ઉત્તરાખંડમાં એક્ટિવ છે. તેના કારણે કારણે આગામી સમયમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
- રાજ્યમાં પૂરનું જોખમ છે. બદ્રીનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. રાવત સરકારે પણ એલર્ટ જાહેર કરી દીધું છે.
- તે સિવાય આસામમાં આગામી 2-3 દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને અહીં પણ પૂર આવવાનું જોખમ છે.
આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં થશે વરસાદ

- દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, પંજાબ , હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, સાઉથ કોંકણ, ગોવા, તામિલનાડુ અને કેરળ.
- પૂર્વ-મધ્ય અરેબિયન દરિયામાં સાઈક્લોનની સ્થિતિ છે. તેના કારણે ગુજરાતના સાઉથ કોસ્ટલ વિસ્તાર, સાઉથ કોંકણ અને ગોવા સિવાય કર્ણાટકમાં પણ સારો વરસાદ થઈ શકે છે.
દિલ્હી-એનસીઆરમાં 24 કલાકમાં 55.4 મિ.મી. વરસાદ
- દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે રાતથી શનિવારે બપોર સુધીમાં સતત વરસાદના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે.
- શુક્રવારે સાંજથી શનિવાર સાંજ સુધીમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં 55.4 મિ.મી વરસાદ થયો હોવાનું નોંધ્યું છે.
- તેમાં લોધી રોડ પર 60 એમએમ, પૂસામાં 53, રિજમાં 50, પાલમમાં 45.6, નઝફગઢમાં 45 મિ.મી વરસાદ નોંધવામાં આવ્યો છે.
- રવિવારે સવારે 8.30 કલાકથી સાંજે પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં 2.5 મિ.મી વરસાદ નોંધવામાં આવ્યો છે.
આગામી સ્લાઈડમાં જુઓ વિવિધ રાજ્યોમાં વરસાદની સ્થિતિ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો