દુલ્હને કઈંક આ અંદાજમાં લીધા ફેરા, જાણો આ વિવાહમાં કેવી રીતે બન્યા 2 વર્લ્ડ રેકોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉજ્જૈન/ઈન્દોર. ઉજ્જૈનમાં મંગળવારે થયેલા દિવ્યાંગ કપલોના સમૂહ લગ્નએ એક નહીં પણ બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. જિલ્લા તંત્ર અને સમાજના સહયોગથી યોજાયેલા આ સમારંભમાં 101 કપલે લગ્ન ગ્રંથિથી જોડાયા. ફેરા તથા નિકાહની વિધિ પહેલા તપોભૂમિ પાસેથી બેન્ડવાજા સાથે વરઘોડો નીકળ્યો.
 
કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હાજર
 
- દિવ્યાંગોના આ લગ્ન જિલ્લા તંત્ર અને સમાજના સહયોગથી થયા. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત અને ઉર્જા મંત્રી પારસ જૈને દુલ્હનોની ડોલી ખભે ઉઁચકવાનો રિવાજ નીભાવ્યો.
- સંતો પણ નવદંપતિઓને આશીર્વાદ આપવા પહોંચ્યા.
- દરેક કપલને સોનાની વીંટી, પાયલ, ચાંદીના સિક્કા અને ગૃહસ્થીનો સામાન આપવામાં આવ્યો.
- દિવ્યાંગ વધુને વ્હીલચેર પર બેસાડી વરરાજાએ સાત ફેરા લીધા. વરે ખુદ વ્હીલચેર ચલાવી.
- અનેક દિવ્યાંગોને પરિવારજનોએ ઉંચકીને ફેરાની વિધિ કરાવી.
 
આ રેકોર્ડ બન્યા
 
-પ્રથમ રેકોર્ડઃ એક પંડાળમાં 73 હિન્દુ, 27 મુસ્લિમ અને 1 શીખ દિવ્યાંગ કપલ સહિત 101 લગ્ન થયા.
- બીજો રેકોર્ડઃ તમામ 101 કપલને 8 બાય 8ના ગિફ્ટ પેક આપવામાં આવ્યા.
- ગોલ્ડન બુકના એશિયા હેડ મનીષ વિશ્નોઈએ કલેક્ટર સંકત ભોંડવેને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું.
- 21 જાન્યુઆરી, 2017ના રોજ દિલ્હીના પંજાબ બાગમાં નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં 51માંથી 31 કપલ દિવ્યાંગ હતા.
- 9 જૂન, 2016ના રોજ રતલામ જિલ્લામાં સામાજિક ન્યાય વિભાગના આયોજનમાં 14 દિવ્યાંગ કપલ લગ્નગ્રંથિથી જોડાયા.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ તસવીરો...