તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100 વર્ષમાં 15 વખત બદલાઈ 1 રૂપિયાની નોટ, મોદીએ ફરી શરૂ કરાવ્યું પ્રિન્ટિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટાઃ એક રૂપિયાની નોટના 30 નવેમ્બરે 100 વર્ષ પૂરા થશે. 1917માં આ દિવસે સૌથી પહેલા એક રૂપિયાની નોટ જોર્જ ફિફ્થના સમયે બહાર પાડવામાં આવી હતી. જેમાં તેમનો ફોટો હતો. તેના પર નોટ નંબર અને ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના ઓફિસરની સહી હતી. તેનું પ્રિન્ટિંગ ઈંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. જેનો ઉલ્લેખ રાજસ્થાનના કિશોર ઝુંઝુનવાલાના પુસ્તકમાં પણ છે.

 

1917થી કેટલી વખત બદલાઈ 1 રૂપિયાની નોટની ડિઝાઈન

 

- કોટાના કોઈન અને નોટ કલેક્ટર શુભમ લોઢા પાસે દેશમાં અત્યાર સુધીમાં પ્રિન્ટ કરવામાં આવેલી તમામ પ્રકારની નોટનું કલેક્શન છે. તેમની પાસે 1940માં બ્રિટિશ ગવર્નમેન્ટ દ્વારા પ્રિન્ટ કરવામાં આવેલી એક રૂપિયાની નોટ પણ છે.

- લોઢાના કહેવા મુજબ, 1917થી લઈ આજ સુધીમાં એક રૂપિયાની નોટની ડિઝાઈન 15 વખત બદલવામાં આવી છે.

- બેંક નોટ એક્સપર્ટ્સ અને રિસર્ચર ડો. એસ કે રાઠીના કહેવા મુજબ 1917 પહેલા મહારાણી વિક્ટોરિયા અને કિંગ એડવર્ડના સમયે એક રૂપિયાની નોટ બહાર પાડી શકાઈ નહોતી.

 

 1994માં બંધ થયું પ્રિન્ટિંગ, 2015માં ફરી શરૂ

 

-1994 સુધીમાં એક રૂપિયાની નોટ ચલણમાંથી ઓછી થવા લાગતા કેન્દ્ર સરકારે તેનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું હતું.

- પીએમ નરેન્દ્ર મોદીએ 2015માં તેનું ફરી પ્રિન્ટિંગ શરૂ કરાવ્યું અને હાલ પણ ચાલુ જ છે. એક રૂપિયાની નવી નોટમાં સ્વચ્છ ભારત લખેલા બાપુના ચશ્મા અને એક પગલું સ્વચ્છતા તરફ પ્રિન્ટ થયેલું નથી.

 

હેન્ડમેડ પેપરથી બની હતી 1917ની નોટ

 

-1917માં ઈંગ્લેન્ડમાં છપાયેલી નોટ હેન્ડમેડ પેપરથી બની હતી. તેના વોટરમાર્કની બે વેરાયટી હતી.  તે સમયે આવી નોટ બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા (જે હવે કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયા છે)માં પણ ચલણમાં હતા. તેના પર એમએમએસ ગ્યૂબ્બેની સાઇન હતી.

- જોર્જ-Vના સમયે 5 પ્રકારના ઓફિસરોની સહીવાળી નોટ બહાર પાડવામાં આવી હતી.

-જોર્જ-VIના સમયે માત્ર એક પ્રકારની જ નોટ બહાર પડી હતી. જેમાં સીઈ જોન્સની સાઇન હતી. આ નોટ 1944માં બહાર પડી હતી અને 1957માં વિથડ્રો કરી લેવામાં આવી હતી.

- સ્વતંત્ર ભારતમાં 1949થી 1994 સુધી 18 ઓફિસરોની સાઈનવાળી એક રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, 2017માં બહાર પડેલી 1 રૂપિયાની નોટનો કેવો છે કલર

અન્ય સમાચારો પણ છે...