તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 100 Tanks Deployed To Deal With China In Ladakh Special Fuel Will Run Out In Minus 45 Degrees

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનનો સામનો કરવા લદ્દાખમાં 100 ટેન્ક તહેનાત, -45°Cમાં ચાલશે ખાસ ઇંધણથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લદ્દાખઃ ભારતીય સરહદમાં ચીનની ઘૂસણખોરીના જોખમનો સામનો કરવા માટે ભારતીય સૈન્યએ લદ્દાખ સરહદ પર 100 ટેન્કોની તહેનાતી કરી છે. હજુ વધુ સંખ્યામાં ટેન્ક્સને અહીંયા તહેનાત કરવામાં આવશે. માઈનસ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં આ ટેન્કો ખાસ ઈંધણથી ચાલશે.
ટીપુ સુલતાન, મહારાણા પ્રતાપ અને ઔરંગઝેબની તહેનાતી...

- એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે, લદ્દાખમાં ટીપુ સુલતાન, મહારાણા પ્રતાપ અને ઔરંગઝેબ જેવી ટેન્ક રેજિમેન્ટ પાસે છ મહિના પહેલા જ તહેનાત કરી દેવામાં આવી છે.
- આ અગાઉ, ભારતે 1962ના યુદ્ધ દરમિયાન વિમાનમાંથી 5 ટેન્ક્સ ઉતારી હતી. જ્યાં સુધી આ ટેન્કો પહોંચી હતી, ત્યાં સુધી ભારત હારી ગયું હતું.
- હાલ આ ટેન્ક્સ કયા વિસ્તાર કે રેન્જમાં તહેનાત કરવામાં આવી છે, સુરક્ષા અને વ્યૂહાત્મક કારણોસર તેનો ખુલાસો નથી કરવામાં આવ્યો.
- એક ઓફિસર પ્રમાણે, 'આ વિસ્તારમાં ઊંચા પહાડો અને ઊંડી ખીણો છે. દુશ્મન અહીં સરળતાથી મૂવમેન્ટ કરી શકે છે. જેથી આ વિસ્તારમાં ફોર્સ રાખવી જરૂરી છે.'
લદ્દાખમાં ટેન્કો તહેનાત રાખવી પણ એક પડકાર

- કર્નલ વિજય દલાલ પ્રમાણે, 'આટલી ઊંચાઈએ ટેન્ક્સ તહેનાત રાખવી ઘણી મુશ્કેલ હોય છે. અહીંયા તાપમાન માઈનસ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું રહે છે, જેની અસર ટેન્કની કામગીરી અને પ્રહાર ક્ષમતા પર પડે છે.'
- 'ટેન્ક પર કોઈ અસર ન થાય, તેના માટે લશ્કર ખાસ ઈંધણનો ઉપયોગ કરે છે. મશીન જામ ન થઈ જાય, તેના માટે ટેન્કના એન્જિનને રાત્રે પણ બે વખત ચાલુ કરવામાં આવે છે.'
- કર્નલ દલાલ કહે છે કે, 'ચોક્કસપણે આ મુશ્કેલ કામ છે, પરંતુ અમે તેને સારી રીતે કરી લઈએ છીએ.'
સૈનિકો માટે મુશ્કેલી છે અત્યંત ઠંડુ વાતાવરણ

- ટીપુ સુલતાનના સેકન્ડ-ઈન-કમાન્ડ મેજર એસ સિંહ પ્રમાણે, 'આટલા ઠંડા વાતાવરણમાં કામ કરવામાં સૈનિકોને મુશ્કેલી થાય છે.'
- 'અહીંયા ઓક્સિજન ઓછો હોવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તાપમાન ઘટતા ફ્રોસ્ટ બાઇટનું જોખમ રહે છે.'
ટેન્ક્સની તહેનાતી કેમ?

- ચીન તરફથી સતત ઘૂસણખોરી થતી રહે છે. તેવામાં, ભારતને નજર રાખવા માટે રસ્તો અને એર સ્ટ્રિપ બનાવવા માટે ઘણો ખર્ચ કરવો પડ્યો છે.
- ટેન્ક્સ તહેનાતીથી ભારત ચીનને એ મેસેજ આપવા માંગે છે કે, ભારત તેના પ્રદેશની સુરક્ષા કરી શકે છે.
- સાથે જ, ભારતનો એ વિસ્તાર પર હક છે, જેના પર ચીન દાવો કરતું રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો