તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નક્સલીઓમાં સામેલ 10 વર્ષના બાળકોએ કર્યા હતાં બિહારમાં બ્લાસ્ટ, 10 જવાન થયા'તા શહીદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પટના: બિહારના ઔરંગાબાદના ડુમરી પાસે સોમવારે થયેલા નક્સલી હુમલામાં 10 વર્ષના બાળકોએ બ્લાસ્ટ કર્યા હતા. આ કામ માટે નક્સલીઓએ 10 વર્ષના બાળકોનો ઉપયોગ કર્યો હતો. એન્કાઉન્ટર પછી પરત ફરેલા સીઆરપીએફના જવાનોએ પોલીસને આ માહિતી આપી છે. પોલીસે બાળકોની ધરપકડ કરવા તપાસ વધારી દીધી છે. ગયાના SSP ગરિમા મલ્લિકે કહ્યું હતું કે, હા, અમને આવી માહિતી મળી છે અને પોલીસ તે અંગે વધારે તપાસ કરી રહી છે.
નક્સલીઓની જાળમાં ફસાઈ ગયા હતા કમાન્ડો

- ઔરંગાબાદના એસપી બાબુ રામને માહિતી મળી હતી કે ડુમરી નાળા નજીક નક્સલીઓનો વાસ છે.
- અહીં બિહાર, બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને છત્તીસગઢ એરિયાના કમાન્ડર મીટિંગ માટે ભેગા થયા છે.
- આ માહિતીના આધારે પોલીસ કોબરા બટાલિયનને સાથે લઈને નક્સલીઓને પકડવા માટે પહોંચી હતી.
- બિહાર પોલીસે ઓપરેશનની આગેવાની લીધી હતી. નક્સલીઓને ખ્યાલ આવી ગયો હતો કે કોબરા કમાન્ડર તેમની પાછળ છે.
- એ પહેલાં કે કમાન્ડો કઈ સમજી શકે, નક્સલીઓએ ડુમરી નાળાની બાજુમાં પાથરેલી સુરંગમાં વિસ્ફોટ કરી દીધા હતા. પરિણામે 10 જવાન શહીદ થયા હતા.
વિસ્ફોટની જવાબદારી બાળ-નક્સલીઓને સોંપવામાં આવી હતી

- પોલીસનું ગ્રૂપ ડુમરી નાળાની આજુ બાજુ દેખાય તો વિસ્ફોટ કરવાની જવાબદારી બાળ નક્સલી ગ્રૂપને આપવામાં આવી હતી.
- નક્સલીઓએ આ જગ્યા સોનદાહા પહાડી વિસ્તારના કારણે પસંદ કરી હતી.
- ઉંચાઈ પર બેઠેલા નક્સલીઓ કોબરા અને પોલીસની મુવમેન્ટ સરળતાથી જોઈ શકતા હતા.
- નક્સલીઓએ જુદા-જુદા લેયરમાં આઈઈડી લગાવી રાખ્યા હતા અને તેના કારણે વિસ્ફોટમાં તેમને સફળતા મળી.
એક પછી એક થયા 33 બ્લાસ્ટ

- બાળ નક્સલી ગ્રૂપે કાચા રસ્તા પર પોલીસ જવાનને આવતા જોઈને આઈઈડીના તાર જોડી દીધાં હતા અને એક પછી એક 33 બ્લાસ્ટ થયા હતા.
- બમ વિસ્ફોટમાં પહેલાં કુલ 15 જવાન ઘાયલ થયા અને ત્યારપછી તેમાંથી 10 જવાન શહીદ થયા હતા.
- CRPFના 205 જવાનની બટાલિયનની ચોથી ટુકડી નકસ્લીઓની જાળમાં ફસાઈ ગઈ હતી. બાકીની ત્રણ ટૂકડી નક્સલીઓની સામે એન્કાઉન્ટરમા જોડાઈ હતી.
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો