તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

13 દિવસથી હોસ્પિટલમાં પડી હતી મા, છોડાવવા 10 વર્ષના દીકરાએ કર્યું આવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પટના: હોસ્પિટલમાં ભરતી માતાને છોડાવવા અને બીલ ચુકવવા માટે 10 વર્ષના કુંદને ઘણા દિવસો સુધી અલગ-અલગ ગામડે જઈને ભીખ માંગી હતી. જ્યારે લોકોએ પૂછપરછ કરી ત્યારે ઘટનાનો ખુલાસો થયો હતો. પટનામાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એક મહિલા છેલ્લા 13 દિવસથી ભરતી છે. પરિવારનો આરોપ છે કે ડૉક્ટરે તેમને 70 હજાર રુપિયાનું બીલ પકડાવ્યું હતું. પરિવારે 50 ટકા બીલ ચૂકવી દીધું હતું પરંતુ ડૉક્ટરે મહિલાને હોસ્પિટલમાંથી જવાની રજા આપી ન હતી. મહિલાને ઘણા દિવસો સુધી ઓપરેશન બાદ ટાંકા પણ લીધા ન હતા. 

 

શું છે સમગ્ર મામલો?

 

- મળતી માહિતી મુજબ, મહિલા મધેપુરાના હનુમાન નગરનો રહેવાસી છે. 16 દિવસ પહેલા મહિલાને અચાનક પેટમાં દુખાવો થયો હતો. પરિવારે તેને સહરસાની એક હોસ્પિટલમાં દાખલ કરી હતી.

- ડૉક્ટરે મહિલાને જણાવ્યું હતું કે, તેના પેટમાં બાળકનું મોત થયું છે. સારવાર માટે પટના જવું પડશે. 
- પટનામાં ડૉક્ટરે 5 હજાર રુપિયા લઈ મહિલાને એડમિટ કર હતી. ત્યાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરો સારવાર બાદ પરિવારને 70 હજાર રૂપિયાનું બીલ આપ્યું હતું.
- પરિવારનો આરોપ છે કે જ્યારે તેમણે અડધું બીલ ચૂકવીને ઘરે જવાની વાત કહી ત્યારે ડૉક્ટરોએ તેમને રોકી લીધા હતા. 

 

મંજૂરી વિના ચાલતી હતી હોસ્પિટલ

 

- ઘટનાની જાણ થતા જ મેધપુરાના સાંસદ પપ્પુ યાદવ રવિવારે પટના પહોંચ્યા હતા. પોલીસ અને સિવિલ સર્જનને બોલાવીને તેમણે ડૉક્ટરો સાથે વાત કરી હતી. તેમણે મહિલાનું બાકીનું બીલ માફ કરી ઘરે મોકલી દીધી હતી.

- સિવિલ સર્જને જ્યારે દસ્તાવેજોની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે હોસ્પિટલ લાઈસન્સ અને મંજૂરી વિના જ ચાલતી હતી.
- સાંસદ પપ્પુ યાદવે કહ્યું હતું કે, બિહારની રાજધાનીમાં ઘણી હોસ્પિટલો લાઈસન્સ વિના ચાલે છે. ડૉક્ટરો લોકોની મજબૂરીનો ફાયદો ઉપાડીને સારવારના નામે ઘણા પૈસા વસૂલે છે. 

દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવાને બહાને એમ્બ્યુલન્સ વાળા કમીશન લે છે. આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

 

આગળ જુઓ સંબંધિત તસવીરો...

અન્ય સમાચારો પણ છે...