જેલામાં આ 10 લોકોને મળવા માંગતો હતો રામ કહીમ, એક પણ વ્યક્તિ ના થઇ શકી વેરિફાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિરસા: બળાત્કાર કેસમાં જેલમાં સજા ભોગવી રહેલ રામ રહીમે પોતાની દીકરી હનીપ્રીત, મા નસીબ કૌર અને ડેરાના ઓફીસર વિપસનાની સાથે 10 લોકો સાથે મળવાની ઇચ્છા જાહેર કરી હતી. રોહતક જેલ પ્રશાસને રવિવારનાં રોજ આ નામોની લિસ્ટ સિરસા પોલીસને આપી હતી. લગભગ એક દીવસ બાદ પણ પોલીસ તેમાના એક પણ વ્યક્તિનું ફિઝિકલ વેરિફિકેશન કરી શકી નથી. ખરેખર, પોલીસને આ 10 વ્યક્તિમાંથી કોઇ એક પણ ડેરામાં મળ્યુ નથી. પહેલા આ બધા જ લોકો ડેરામાં રામ રહીમ સાથે જ રહેતા હતાં. તમને જણાવી દઇએ કે, સીબીઆઇ કોર્ટે પંચકૂલામાં ડેરા ચીફને બળાત્કાર કેસમાં દોષી ગણાવ્યા હતાં. 28 ઓગષ્ટે બે કેસમાં તેઓને 20 વર્ષની સજા સંભળાવી હતી ત્યારથી જ તે રોહતક જેલમાં બંધ છે.
 
આ લિસ્ટમાં કોનાં નામ છે? 
 
- સિરસા જેલ પ્રશાસને પોલીસને ગુરમીત રામ રહિમની માતા નસીબ કૌર, પુત્ર જસમીત સિંહ, પુત્રી સ્ટીફનથ, અમરપ્રીત અને હનીપ્રીત, વહુ હની પ્રિત, જમાઈ શાન-એ-મીત અને રુહ-એ-મિતનો સમાવેશ થાય છે. આ સિવાય ડેરાના મેનેજમેન્ટનાં મેનેજરના ઓફિસર વિપસના અને દાન સિંહના નામ શામેલ છે. આ બધા લોકોનું વેરિફિકેશન કરવાનું બાકી છે. 

- સદર પોલીસ સ્ટેશનનાં એસએચઓ દિનેશ કુમારનાં નેતૃત્વમાં એક ટીમ ડેરાની અંદર આ લોકોનું વેરિફિકેશન માટે પહોંચી હતી, પરંતુ અત્યાર સુધી કોઇનાં વિશે જાણકારી મળી શકી નથી. જોકે, વિપસના એક દિવસ પહેલા ટીવી પર ઇન્ટરવ્યૂ આપી ચૂકી છે પરંતુ તે પોલીસ વેરિફિકેશન દરમિયાન મળી શકી નહી.

રાજસ્થાન પોલીસની મદદ લેવામાં આવશે

- સિરસા એસપી અશ્વિન શૈણવીએ જણાવ્યું હતું કે, ડેરામાં રામ રહીમ દ્વારા આપેલ લિસ્ટમાં અત્યાર સુધીમાં કોઇ મળ્યું નથી. અમે ગંગાનગર, બઠિંગા, શામલી, 
કરનાલની પોલીસને પણ આ વેરિફિકેશન મોકલ્યુ છે. 
- હવે હરિયાણા પોલીસ આ મામલામાં રાજસ્થાન પોલીસની મદદ લેવાનું વિચારી રહી છે.
- સોમવારનાં રોજ કોઇ વ્યક્તિ વિશે જાણકારી ન મળવાની વિગતો જેલ પ્રશાસનને મોકલી દેવામા આવી છે.
 
વધું માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં જુઓ...
 
 
અન્ય સમાચારો પણ છે...