તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશમાં સૌથી ઓછા સમયમાં તૈયાર થયો આ બ્રિજ, લીધો હતો 30 લોકોનો ભોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયગઢઃ જીલ્લાના મહાડમાં સાવિત્રી નદી પર બનેલા નવા પુલનું સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધાટન કર્યું હતું. અંદાજે 10 મહિના પહેલા 2 ઓગસ્ટના રોજ આ બ્રિજ તૂટી ગયો હતો અને તેને કારણે 30 વોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એક આખી બસ અને ઘણી કારો નદીમાં વહી ગઈ હતી. 300 કિલોની ચુંબક ક્રેન, હેલિકોપ્ટરમાં બાંધી પાણીમાંથી કાર અને તેમાં સવાર લોકોના મૃતદેહો કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
 
રેકોર્ડ 165 દિવસોમાં તૈયાર થયો નવો બ્રિજ.....

- આ નવા બ્રિજને 35.77 કરોડના ખર્ચે માત્ર 165 દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જે સૌથી ઓછા સમયમાં બનનારો દેશનો પ્રથમ બ્રિજ છે.
- રોડ ટ્રાંસપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ આ સ્થળે 6 મહિનાની અંદર નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી.
- નવો પુલ 16 મીટર પહોળો અને 239 મીટર લાંબો છે. તેની પર ફૂટપાથ, પુર ચેતવણી એલર્ટ સિસ્ટમ અને લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
- નવા પુલના ઉદ્ધાટન સમયે સીએમ ફડણવીસની સાથે કેન્દ્રીય મંત્રી ગડકરી પણ હાજર રહ્યાં હતા.
- ગડકરીએ આ પુલ પર વાહનોની અવર-જવર સુરક્ષિત રહેવાની આશા વ્યક્ત કરી હતી. ફડણવીસે જણાવ્યું કે- મુંબઈ-ગોવા રાજ્યમાર્ગને 4 લેન કરવાનું કામ 2019 સુધીમાં થઈ જશે.
- મુંબઈ-ગોવા હાઈવે પર કોંકણ વિસ્તારમાં સાવિત્રી નદી પર 1928માં બનેલો બ્રિજ વહી જવાને કારણે 44 લોકોના પાણીમાં તણાઈ જવાની આશંકા હતી, જોકે તપાસમાં 30 મૃતદેહો જ મળી શક્યા હતા.
- જૂના તૂટેલા પુલની બાજુમાં જ વર્ષ 2000માં એક નવો બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)