તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 લાખ ભારતીય મુસ્લિમોએ ત્રણ તલાક વિરુદ્ધ કરી પિટીશન પર સહી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: ત્રણ તલાક વિરુદ્ધ હવે મુસ્લિમ મહિલાઓ એકત્ર થઇ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રાષ્ટ્રીય મંચ (એમઆરએમ) એ ત્રણ તલાક વિરુદ્ધ એક અભિયાન ચલાવ્યું છે. દાવો છે કે આ પ્રેક્ટિસને ખતમ કરવા માટે આશરે 10 લાખ મુસ્લિમોએ પિટીશન પર સહી કરી છે. તેમાં મોટાભાગની મહિલાઓ છે.
 
ધર્મ સાથે જોડીને ન જુઓ
 
- ન્યુઝ એજન્સી પ્રમાણે, એમઆરએમ તરફથી જે પિટીશન સાઇન કરાવવામાં આવી રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને ધર્મ સાથે જોડીને ન જોવામાં આવે, કારણકે, આ એક સામાજિક સમસ્યા છે.
- ઉલ્લેખનીય છે કે અનેક મહિલાઓ સુપ્રીમ કોર્ટમાં પણ પિટીશન દાખલ કરીને ત્રણ તલાકને ખતમ કરવાની માંગ કરી ચૂકી છે.
- કેન્દ્ર સરકાર પણ સુપ્રીમ કોર્ટને કહી ચૂકી છે કે આ બાબત બંધારણમાં સ્ત્રી અને પુરુષને મળેલા સમાન હક્કની વિરુદ્ધમાં છે.
- જોકે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) એ આ પ્રેક્ટિસનો બચાવ કર્યો છે. તેનું કહેવું છે કે કોઇ મહિલાની હત્યા થઇ જાય તેના કરતા તેને તલાક (છૂટાછેડા) આપી દેવામાં આવે તે વધુ યોગ્ય છે.
- AIMPLBનું કહેવું છે કે, “ધર્મમાં મળેલા હકો પર કાયદાની અદાલતમાં સવાલ ન ઉઠાવી શકાય.”
 
મોદીએ પણ કરેલો 3 તલાકનો વિરોધ
 
- ગયા વર્ષે નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે તેઓ ત્રણ તલાકની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું, “મુસ્લિમ મહિલાઓની જિંદગીને ત્રણ તલાકથી ખતમ કરવાની પરવાનગી ન આપી શકાય.”
- તેમણે વિરોધપક્ષ પર આ મુદ્દાને રાજનીતિક રંગ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.
 
કુરાન શું કહે છે તલાક વિશે
 
- કુરાન પ્રમાણે, પહેલીવાર તલાક કહ્યા પછી પુરુષે તેના પર ત્રણ મહિના સુધી વિચાર કરવો જોઇએ. પછી બાકી બચેલા 2 તલાક કહ્યા પછી જ તલાક થયો તેમ માનવામાં આવે છે.
 
UPમાં BJPને મળ્યો મુસ્લિમ મહિલાઓનો સપોર્ટ
 
- ઉત્તરપ્રદેશમાં બીજેપીને 403માંથી 312 બેઠકો પર જીત હાંસલ થઇ છે. તેમાંથી મુસ્લિમોની વધુ વસ્તીવાળી 124 બેઠકોમાંથી 99 બેઠકો પર જીત મળી છે.
- માનવામાં આવે છે કે આ બેઠકો પર બીજેપીને મુસ્લિમ મહિલાઓએ પુષ્કળ સંખ્યામાં મત આપ્યા છે.
- બીજેપીનું માનવું છે કે સરકારે ત્રણ તલાકના મુદ્દે જે વલણ અપનાવ્યું છે તેના કારણે મોટાભાગની મુસ્લિમ મહિલાઓ બીજેપીની સાથે આવી ગઇ છે.
- 20 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોની સંખ્યા 18.5% છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો