તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારઃ ગયામાં નક્સલીઓ સાથેના એન્કાઉન્ટરમાં CRPFના 10 જવાન શહીદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પટના/ઓરંગાબાદ/ગયા. બિહારમાં ગયા જિલ્લાની સરહદ પર સોનદાહાના જંગલોમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચેના એન્કાઉન્ટર દરમિયાન આઈડી બ્લાસ્ટમાં 10 જવાન શહીદ થયા છે. જવાનોની જવાબી કાર્યવાહીમાં 6 નક્સલી પણ માર્યા ગયા છે. મોડી રાત સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં 6થી વધુ જવાનો ઘાયલ થવા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. ત્રણ નક્સલીઓના મૃતદેહો કબ્જે કરી લેવાયા હતા.
500થી રાઉન્ડ્સનું ફાયરિંગ
- સોમવાર બપોરે નક્સલીઓની ઘેરવા માટે જવાન સોનદાહા પહોંચવાના હતા ત્યારે નક્સલીઓને તેની જાણ થઈ ગઈ હતી અને તેઓએ પોલીસ પર હુમલો કર્યો હતો.
- પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું. બંને તરફથી 500 રાઉન્ડથી વધુ ગોળીઓ છોડવામાં આવી હતી.
- આ દરમિયાન ડુમરીની પાસે નક્સલીઓએ આઈડી વિસ્ફોટ કર્યો હતો, જેમાં 10 જવાન શહીદ થયા હતા.
- મૂશળધાર વરસાદ અને અંધારું હોવાના કારણે જવાનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. પરંતુ જવાનોએ હિંમત જાળવી રાખતા નક્સલીઓને એન્કાઉન્ટરમાં વળતો પ્રહાર કર્યો હતો.
- મહત્વપૂર્ણ છે કે, એક અઠવાડિયા પહેલા જ નક્સલીઓએ ઓરંગાબાદ એસપી બાબુરામને ખતમ કરી દેવાની ધમકી આપી હતી.
મોટા ષડયંત્ર માટે મીટિંગ કરી રહ્યા હતા નક્સલી
- પોલીસના જણાવ્યા મુજબ, સતત હારનો સામનો કરી રહેલા નક્સલી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે સોમવારે જંગલમાં એકત્ર થયા હતા.
- બેઠકમાં પોલિટ બ્યૂરો મેમ્બર સંદીપ યાદવ, ઝોનલ કમાન્ડર નવલ ભુઈયા, રામપ્રસાદ યાદવ, અભય યાદવ, અભિજીત યાદવ જેવા નક્સલવાદીઓ પણ સામેલ હતા.
- નક્સલીઓ એકત્ર થવાના છે તે અંગે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળતા જ ઓરંગાબાદ પોલીસ, કોબરા 205 તથા સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો પહાડીઓ પર કૂચ કરી ગયા હતા.
જંગલમાં ફસાયેલા છે કોબરાના 60 જવાન
- મળતી માહિતી મુજબ, 50થી 60 જવાનો હજુ પણ જંગલમાં ફસાયેલા છે. મોડી રાત સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર ચાલ્યો હતો.
- બીજી તરફ, સ્થિતિની ગંભીરતા અને નક્સલીઓનો સામનો કરવા માટે પટનાથી સીનિયર ઓફિસર્સ અને જવાનો એન્કાઉન્ટર સ્થળે જવા રવાના થયા છે.
- સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ડીઆઈજી કમલ કિશોરના જણાવ્યા મુજબ, નક્સલીઓની પાસે પણ ભારે માત્રામાં અત્યાધુનિક હથિયારો અને કારતૂસ મળ્યા છે.
- વરસાદ અને અંધારાના કારણે સીઆરપીએફ જવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- લેન્ડમાઈન્સના બ્લાસ્ટના ખતરાને ધ્યાનમાં રાખતા જવાનો પૂરી સાવચેતી સાથે ઓપરેશન હાથ ધરી રહ્યા છે.
ગયા તગા ઓરંગાબાદમાં હાઈ એલર્ટ
- મગધ ઝોનના ડીઆઈજી સૌરભ કુમારે એન્કાઉન્ટર બાદ ગયા અને ઓરંગાબાદના તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દીધા છે.
- ડીઆઈજીએ જણાવ્યું કે સીઆરપીએફ-કોબરાના ઓપરેશનને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે.
- નક્સલીઓની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નક્સલીઓનો મોટો જથ્થો ગયા અને ઓરંગાબાદના જંગલ વિસ્તારમાં હજુ પણ છે.
- સીઆરપીએફના ડીજી મંગળવારે ગયા જઈને પરિસ્થિતિ અંગે મૂલ્યાંકન કરશે.
ઘટના અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો