• Gujarati News
  • બિહારની મોટી જાહેરાતઃ ટ્રાન્સજેન્ડરને ‘ત્રીજી જાતિ’ તરીકે સ્વીકૃતિ

બિહારની મોટી જાહેરાતઃ ટ્રાન્સજેન્ડરને ‘ત્રીજી જાતિ’ તરીકે સ્વીકૃતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણાઃ બિહાર કેબીનેટે આજે એક નોંધપાત્ર નિર્ણય લેતા ટ્રાન્સજેન્ડર (ઉભયલિંગી) તરીકે ઓળખવામાં આવે છે તેમને રાજ્ય તરફથી પુરુષ, સ્ત્રી ઉપરાંત ‘ત્રીજી જાતી’ તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે.
કેબિનેટ વિભાગના મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાના જણાવ્યા અનુસાર ટ્રાન્સજેન્ડરને શિડ્યુલ-ર માં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રાજ્યની પછાત જાતિઓનો સમાવેશ થાય છે. તેઓને પ્રવર્તમાન સરકારી નોકરી મેળવવા માટે લાગુ પડતા નિયમો તથા ધારાધોરણ મુજબ આરક્ષણનો લાભ પણ મળશે.
આજે રાજ્ય કેબિનેટ દ્વારા ૪૫ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી જે પૈકી ટ્રાન્સજેન્ડર તેમાંની એક હતી.