ડભાણ પાસેના ખેતરમાં ઝાડ પર લટકી યુવકનો ગળાફાંસો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાકાને દાહોદથી મળવા આવેલાં ભત્રીજાએ અંતિમ પગલું ભરતાં રહસ્ય ઘેરાયું નડિયાદ તાલુકાના ડભાણ-હાથનોલી રોડ પર ખેતરમાં એક યુવકે ગળાફાંસો લઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવકે વૃક્ષ સાથે ઓઢણી બાંધીને ગળાફાંસો લીધો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, ડભાણ હાથનોલી રોડ પર આવેલી મિનેશભાઈ પટેલની તમાકુની ખળીમાં કામ કરતાં પાંગળાભાઈ ભલજીભાઈ પસાયાને ગુરુવારે તેમનો ભત્રીજો દિનેશભાઈ ભરતભાઈ પસાયા (ઉં.વ.૩૫, રહે.ભેમારિયા, તા.ગરબાળા) મળવા આવ્યો હતો. રાત્રે જમી દિનેશભાઈ તથા તેમનાં કાકા પાંગળાભાઈ ખળીમાં સૂઈ ગયા હતા. શુક્રવારે સવારે પાંગળાભાઈ ઊઠ્યાં ત્યારે તેમનો ભત્રીજો દિનેશભાઈ નોહતો. સવારે ૧૦:૩૦ કલાકે ખળીમાં રહેતાં કોકિલાબહેને પાછળના ભાગે આવેલા બાજરીના ખેતરમાં કણજાના વૃક્ષ પર દિનેશભાઈનો મૃતદેહ લટકતો જોયો હતો. કોકિલાબહેને બુમાબુમ કરતાં આસપાસના ખેતરના માલિકો તથા ખળીના માણસો દોડી આવ્યા હતા. દિનેશભાઈએ વૃક્ષની ડાળીએ ઓઢણી બાંધીને ગળાફાંસો લઈને આત્મહત્યા કરી લીધી હતી. કપડવંજના આધેડની કેનાલમાં મોતની છલાંગ કપડવંજના ફાતિયાબાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં શુક્રવારે બપોરે કપડવંજમાં એક આધેડ છલાંગ લગાવી હતી. કપડવંજ ફાયરબ્રિગેડના સુપ્રિટેન્ડેન્ટ બુધાભાઈ પટેલે જણાવ્યુ હતું કે, શુક્રવારે બપોરે અમોને મેસેજ મળ્યો હતો કે ફતિયાબાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કપડવંજ કસ્બા વિસ્તારના ઝુબેરબેગ મહંમદબેગ મિરઝા(ઉં.વ.૪૮)એ છલાંગ લગાવી હતી અને તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેથી ફાયરબ્રિગેડની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. જવાનો-તરવૈયા દ્વારા સાંજ સુધી શોધખોળ કરવા છતાં હજુ સુધી ઝુબેરબેગનો કોઈ પત્તો મળ્યો ન હતો. તેઓની શોધખોળ માટે અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમ બોલાવવામાં આવી છે.