ધંધાકીય હરિફાઈમાં આણંદના પટેલ યુવકની USમાં હત્યાની શંકા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુએસમાં પરેશ પટેલના મૃતદેહની સંપૂર્ણ તપાસ બાદ પરિવારને સોંપાશે - આમોદના યુવકની યુએસમાં અપહરણ બાદ હત્યા - અપહરણના છ દિવસ બાદ શુક્રવારે રિચમોન્ડ સિટીથી આઠ માઇલ દૂર મૃતદેહ મળી આવ્યો

- પરેશ પટેલની હત્યાથી પરિવારજનો અને અમેરિકાના મિત્રવર્તુળમાં શોકનું મોજું

- કેસની તપાસ કરી રહેલી ટોચની એજન્સી FBIને હજુ હત્યારાઓનું મોટિવ અને પગેરું મળ્યું નથી

અમેરિકામાં ગેસ સ્ટેશનના માલિક પરેશ પટેલનું અપહરણ થયાના છ દિવસ બાદ મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ અને એફબીઆઇને ધંધાકીય હરિફાઈમાં હત્યા થઈ હોવાની શંકા છે.

પરેશ પટેલનો મૃતદેહ હજી પરિવારને સોંપવામાં ન આવ્યો હોવાનું આમોદ ખાતે રહેતાં યુવકના મોટાભાઈ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. નરેન્દ્રભાઈએ પરેશના પત્ની અને બાળકોને ઓથ મળી રહે તે માટે અમેરિકા જવા તૈયારી શરૂ કરી છે.

આમોદ ખાતે રહેતાં નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે 'સ્થાનિક પોલીસ અને એફબીઆઇએ પરેશ પટેલના અપહરણ અને હત્યાના કેસમાં ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. જેથી હજી સુધી પરેશ પટેલનો મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો નથી. પરેશ પટેલનું અપહરણ અને હત્યા ધંધાકીય હરિફાઇના લીધે થઈ હોવાનું પોલીસનું અનુમાન છે.

રવિવારે સવારના ૬:૩૦ વાગ્યે અમેરિકાથી ફોન આવ્યો હતો. આ કપરી પરિસ્થિતિમાં પરેશની પત્ની લોમા અને બાળકો સાથે ઘરના સભ્યોનું હોવું આવશ્યક છે, જેથી અમેરિકા જવા માટે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી છે. સરકાર વિઝા આપે તો નાનાભાઈ પરેશની અંતિમક્રિયામાં ઉપસ્થિત રહી શકીએ.’

USમાં આણંદના પટેલ યુવકની કરપીણ હત્યાથી મચી સનસનાટી