દહેગામમાં ગણપતિનો ખરો ભક્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીની આરાધનાના અનેરા પર્વ ગણેશ ઉત્સવની સમગ્ર જિલ્લાના ગામે-ગામ શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે દહેગામ શહેરમાં હેર ડ્રેસર નરેન્દ્ર બારડ પાસે આર્યન નામના ગણેશ ભક્તે તેના માથામાં ગણપતિજીની આબેહૂબ પ્રતિકૃતિ કેશ કિર્તન દ્વારા બનાવડાવતા ગણેશ મહોત્સવનો આનંદ માણતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તસવીર શરીફ શેખ