વિવેકાનંદ યાત્રા આજે અમરેલી-રાજકોટ જશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ૨૪મીએ અમરેલી અને રાજકોટ જિલ્લામાં પહોંચશે.સવારે ૯ વાગ્યે અમરેલીથી યાત્રાનો પ્રારંભ થશે. જે બગસરા થઈને કુકાવાવ જશે, ત્યાંથી તે રાજકોટના ગોંડલ,જેતપુર જઈને ધોરાજીમાં સંપન્ન થશે. આ યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ સહિતના અગ્રણીઓ પણ જોડાશે. નોંધનીય છે કે, રાજકોટના ધોરાજી ખાતે યાત્રા પૂરી થયા બાદ મુખ્યમંત્રી સુરત ખાતે યોજાનારા યુવા સંમેલન તથા ગણેશોત્સવના કાર્યક્રમમાં પણ હાજરી આપશે એમ પ્રદેશ ભાજપના મીડીયા સેલના ડૉ.જગદીશ ભાવસારે કહ્યું હતું.