બુધવારે જોવા મળશે સદીની અસ્મણીય ઘટના

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી ૬ જૂન ૨૦૧૨ના રોજ શુક્ર ગ્રહ સૂર્યની આગળ આવશે. આ ઘટનાને શુક્ર સંક્રમણ કહેવામાં આવે છે. જે દર ૧૧પ વર્ષે બનતી હોય છે. કોઇ પણ વ્યક્તિ તેના આયુષ્ય દરમિયાન એક જ વખત આ ખગોળની ઘટનાને જોઇ શકે છે. ગાંધીનગરવાસીઓ સદીની આ અસ્મરણિય ઘટના નિહાળી શકે તે માટે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.શુક્રની આ ઘટનાને નરી આંખે જોવી એ જોખમકારક છે. તેને જોવા માટે ખાસ પ્રકારના ફિલ્ટર (ચશ્માં) જોઇએ.જેથી સાયન્સ સેન્ટર દ્વારા ખાસ પ્રકારના ફિલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. તા. ૬ જૂનના રોજ ગાંધીનગરમાં ૬૧-૧, ઘ-ટાઇપ, લગ્નવાડી પાસે, સેક્ટર-૨૩ ખાતે સવારે ૭થી ૧૦ દરમિયાન ટેલિસ્કોપથી આ ઘટના દેખાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રસ ધરાવતા ગાંધીનગર શહેર અને જિલ્લાના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને આ ઘટના નિહાળવા સંસ્થાનો સંપર્ક કરવા જણાવાયું છે.વિદ્યાર્થીઓને શુક્ર સંક્રમણ દેખાડવા સ્કૂલોને કિટ અપાશે૧૧પ વર્ષે એક વખત બનતી શુક્ર સંક્રમણની ઘટના વિશે વધુને વધુ વિદ્યાર્થીઓ ખગોળની જાણકારી મેળવી શકે તે માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા એક ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીને આ ખાસ ઘટના નિહાળવાનો લહાવો આપવા માટે વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોમાં રસ ધરાવતી ગાંધીનગરની શાળાઓને આ કીટ આપવામાં આવશે. તે માટે સ્કૂલના લેટરપેડ ઉપર આચાર્યના સહી સિક્કા સાથેનો પત્ર રજૂ કરવાથી કીટ મળી રહેશે.