ટાયર પંક્ચરની જેમ આંતરડાનો છેદ ગ્લુથી સાંધી દીધો!

Tyre punchar of intestine of hole glu on join
Bhaskar News

Bhaskar News

Jan 21, 2011, 02:59 AM IST

surgery - આણંદના ડોક્ટરે મેડિકલ સાયન્સને ચીંધી નવી દિશા : ત્રણના બદલે એક સર્જરીમાં જ મહિલા દર્દીનું સંપૂર્ણ નિદાનસામાન્ય રીતે આંતરડામાં કાણું પડે તો ત્રણ સર્જરી કર્યા બાદ બંધ કરી શકાય, એવું તબીબી વિજ્ઞાન માનતું હતું, પરંતુ આણંદમાં એક મહિલા દર્દીના મોટા આંતરડામાં પડેલ છેદને ટાયરમાં પંકચર કરતાં હોય તેવી જ રીતે ફેવી કલીક જેવા ગ્લુની મદદથી માત્ર એક જ સર્જરીમાં કાણું બંધ કરીને ડૉ. શૈલેષ શાહે મેડિકલ સાયન્સમાં નવી દિશા ચીંધી છે. ગુજરાત રાજ્યનાં ગેસ્ટ્રો સર્જનની કોન્ફરન્સમાં પણ આ કેસની ચર્ચા કરવામાં આવી હતી.આ કેસ અંગે વાત કરતાં ડૉ. શૈલેષ શાહે જણાવ્યું હતું કે ‘સામરખાના એક મહિલા દર્દીને માસિકના ભાગમાંથી પણ ઝાડો આવતો હોવાની ફરિયાદ સાથે આણંદ સ્થિત તેમની હોસ્પિટલમાં નિદાન માટે આવ્યાં હતા. મહિલાની તપાસ કરતાં મોટા આંતરડામાં કાણું હોઈ અને એ ગભૉશય સાથે જોડાયેલું હોવાનું માલૂમ પડ્યું હતું.સામાન્ય રીતે અગાઉ કોઈ સર્જરીમાં રહેલી ખામી, કેન્સરની ગાંઠ કે આંતરડાની નાની પંૂછડી જેવો ભાગ ખરી પડવાથી આવી તકલીફ ઊભી થતી હોય છે. આ પરિસ્થિતિમાં ત્રણેક સર્જરી કરવી પડે છે, જેમાં પ્રથમ આંતરડા બહાર કાઢીને બીજા તબક્કે ગભૉશય અને આંતરડા વચ્ચેનું જોડાણ અલગ પાડ્યાં બાદ કાણું બંધ કરીને આંતરડુ ફરીથી અંદર મૂકવું પડે છે. આ સારવારમાં લગભગ છ મહિનાનો સમય નીકળી જાય છે.’જોકે, ટાયરમાં પંકચર પડે તો તેને બંધ કરી શકાય તો આંતરડાનું કાણું બંધ કેમ ના કરી શકાય. તો આંતરડાનું કાણું બંધ કેમ ના કરી શકાય? એવો વિચાર ડૉ. શૈલેષ શાહને આવ્યો હતો. આ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘મેં વડોદરાના ડૉ. ચિરાયુ ચોકસીની મદદ મેળવી અને પોતાના વિચાર અંગે વાત કરી.ત્યારબાદ એક મહિલા પર સર્જરી શરૂ કરી અને દૂરબીન અંદર નાંખીને આંતરડામાં પડેલ કાણાંમાં ફેવી કવીક જેવા ગ્લુથી બંધ કરી દેવામાં આવ્યું. માત્ર ૪પ મિનિટમાં એક પણ ટાંકો લીધા વિના સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ૨૧ દિવસ અગાઉ કરાયેલી સર્જરીથી દર્દીને હાલમાં કોઈ તકલીફ નથી.’ ડૉ. શૈલેષ શાહે પોતાના અનુભવના આધારે દર્દીને માત્ર બે વાઢકાપ સભરની સર્જરીમાંથી મુકિત અપાવવા સાથે સમય અને ખર્ચમાં પણ રાહત કરાવી આપી.મેડિકલમાં ગ્લુનો થતો ઉપયોગઆ પ્રકારની સર્જરી વિશે ડૉ. શૈલેષ શાહે જણાવ્યું હતું કે ‘ગ્લુને મેડિકલ સાયન્સમાં સાઇનો એક્રિલેટ કહેવાય છે. ફેવી કવીક જેવા ગ્લુનો ચામડીને ટાંકા લીધા વિના જોડવા માટે ઉપયોગ થાય છે. આ ઉપરાંત અન્નનળી કે લોહીની નળીમાં લીકેજ બંધ કરવા પણ ગ્લુનો ઉપયોગ થાય છે. ગ્લુથી આડઅસર થતી નથી.’X
Tyre punchar of intestine of hole glu on join

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી