હાલોલમાં કળિયુગી પુત્રના પરાક્રમથી મચી ચકચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નજીવી બાબતે પિતાની હત્યા કરી હાલોલના મોટીઉભરવાણ ગામે કળિયુગી પુત્રના પરાક્રમથી ચકચાર મચી વહુને કેમ ના લાવ્યો કહેતાં ઉશ્કેરાયેલા પુત્રે કુહાડી ઝીંકી હાલોલ તાલુકાના મોટીઉભરવાણ ગામે કળિયુગી પુત્રે સામાન્ય બાબતે પિતાની હત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી. બીજી તરફ હત્યા બાદ ફરાર થઇ જતા મોટી ઉભરવાણના નાયક ફળિયામાં ગમગીની પ્રસરી ગઇ હતી. હાલોલ તાલુકાના મોટીઉભરવાણના નાયક ફળિયામાં રહેતા કનુભાઇ રયજીભાઇ નાયકનો પુત્ર સુરેશભાઇ નાયક તેની પત્ની અને બાળકો સાથે ધનસુરા તરફના કોઇ ગામમાં મજૂરી અર્થે ગયો હતો. તે ગત રોજ તેની પત્નીને મુકીને નાની(ધાવણી) બાળકીને લઇને કોઇ કારણસર મોટીઉભરવાણ આવ્યો હતો. આ અંગે તેના પિતા કનુભાઇએ પુત્ર સુરેશને બાળકીને લઇને એકલો કેમ આવ્યો કહી સલાહ આપી હતી. તારી પત્નીને કેમ ન લાવ્યો, હવે બાળકી તેની ભૂખ કેવી રીતે ભાગશે, તું હાલમાં જ પરત જા અથવા તો તારી પત્નીને અહી બોલાવી લે. જેવી વાત સાંભળી પિતા પુત્ર વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા સુરેશ નાયકે ઘરના ખૂણામાં લાકડા કાપવા મૂકી રાખેલ કુહાડી લઇ તેના પિતા ઉપર હુમલો કર્યો હતો. માથા અને શરીરના અન્ય ભાગો ઉપર બેરહેમીપૂર્વક કુહાડીના ફટકા મારતા કનુભાઇના રામ રમી ગયા હતા. ાો. બનાવ બાદ સુરેશ ફરાર થયો હતો.