૭ હજારથી વધુ શિક્ષકો માસ સીએલ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ સહિ‌ત ૧૦ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકો શિક્ષકો ગુરુવારે માસ સીએલ પર રાજ્ય સરકાર દ્વારા થતાં અન્યાય સામે વિરોધ પ્રદર્શિ‌ત કરાશે ખેડા જિલ્લાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં ૭ હજારથી વધુ શિક્ષકો ગુરુવારે સામુહિ‌ક એક દિવસની માસ સીએલ પર ઊતરી જશે. જિલ્લાની ૧૬૬૨ પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક કાર્ય ઠપ થઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બુધવારે ઉચ્ચકક્ષાએ શિક્ષકોના પ્રતિનિધિ મંડળની વાટાઘાટો થઈ હતી. જોકે, મોડી સાંજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. પરિણામે આજે શાળાઓના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડવાની શક્યતા છે. આ અંગેની વધુ માહિ‌તી આપતાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ સનતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે 'શિક્ષકોને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ અન્યાયના સંદર્ભે પ્રાથમિક શિક્ષકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેનાં ભાગરૂપે ૨૭મી સપ્ટેમ્બરે માસ સીએલ પર ઊતરવાનો નિર્ણય કર્યો છે. તમામ શાળામાં શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માસ સીએલ પર ઊતરીને પોતાનો વિરોધ વ્યકત કરશે.’ શિક્ષકોએ પોતાની માગણીઓ સંદર્ભે જણાવ્યું હતું કે 'રાજ્યની વડી અદાલતના ચુકાદા પ્રમાણે નિમણૂક તારીખથી જ પૂરાં પગારનો લાભ આપવો જોઈએ. ચાલું ફરજ દરમિયાન મૃત્યુ પામનાર શિક્ષકના પરિવારના આશ્રિતને ૯૦ દિવસમાં નોકરી આપવી જોઈએ. સીસીસી કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષામાં સંપૂર્ણ મુક્તિ આપવી, એલટીસીનું રોકડમાં ચુકવણું કરવું, છઠ્ઠા પગારપંચમાં કેન્દ્રના ધોરણે બાકી લાભો આપવા, શિક્ષણ ભથ્થું કેન્દ્રના ધોરણે આપવું, મેડિકલ એલાઉન્સ રૂા. ૧ હજાર આપવું અથવા ૧૦ લાખ રૂપિયા મેડિકલેઇમ પોલિસી આપવી. શિક્ષણ સિવાયની કામગીરીમાં બીએલઓ સહિ‌ત સંપૂર્ણ મુક્તિ આપવી. મુખ્ય શિક્ષક કે બઢતીમાં ધો.૧થી ૮ના શિક્ષકો પૈકી સિનિયોરિટી પ્રમાણે લાભ આપવો વગેરે જેવી વિવિધ માગણીઓનો સમાવેશ થાય છે. આ તમામ માગણીઓ પૂર્ણ કરવામાં સરકાર દ્વારા ઉદાસિનતા દાખવવામાં આવતી હોવાથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ પ્રમાણે જિલ્લાની તમામ શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો ૨૭મીને ગુરુવારે એક દિવસની માસ સીએલ પર ઊતરી જશે.’ ૧૬૬૨ શાળામાં શૈક્ષણિક કાર્ય ઠપ થશે ખેડા જિલ્લામાં કુલ ૧૬૬૨ પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૨.પ૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૭૩૮પ શિક્ષકો અને મુખ્યશિક્ષકો સેવાઓ આપી રહ્યા છે. આ તમામ શિક્ષકો માસ સીએલ પર ઊતરી જાય તો તમામ શૈક્ષણિક કાર્ય વિદ્યાસહાયકોના માથે આવી પડે તેમ છે. મોટાભાગની શાળાઓમાં વિદ્યાસહાયકો નથી, જેનાં કારણે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ ઠપ થઈ જાય તેવી શક્યતા નિકટવર્તી સૂત્રોએ વ્યકત કરી છે. અન્ય સરકારી કર્મચારીઓ પણ માસ સી.એલ પર નડિયાદ . ખેડા જિલ્લામાં ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓ અને આકસ્મિક સેવાના સંદર્ભે ફરજ બજાવતા કર્મચારીઓ સિવાયના તમામ કર્મચારીઓ જેવા કે પંચાયતી કર્મચારીઓ, માર્ગ-મકાન વિભાગના કર્મચારીઓ, સેલટેક્ષ વિભાગના કર્મચારીઓ મળીને અંદાજે ૨ હજારથી વધારે કર્મચારીઓ પણ તા.૨૭મીએ માસ સી.એલ પર જશે. જેના કારણે તમામ સરકારી કામગીરી ઠપ્પ થઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.