શિક્ષકો ૩૦૦ નિવૃત્તિ રજાનું રોકડમાં રૂપાંતર કરી શકશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો-આચાર્યોને નિવૃત્તિના સમયે જમા ૧૫૦ દિવસની પ્રાપ્ત રજા અને અર્ધપગારી રજાના રોકડના રૂપાંતરને બે ગણી, એટલે કે ૩૦૦ દિવસની રજાનું રોકડમાં રૂપાંતર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના આશરે ૩.૫ લાખ શિક્ષકોને લાભ થશે. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદુભાઈ જોષીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. રાજ્યના ૨.૨૫ લાખ પ્રાથમિક, ૬૫ હજાર માધ્યમિક અને ૫૦ હજાર જેટલા ઉચ્ચતર શિક્ષકોને આ લાભ મળતો હતો. પરંતુ છઠ્ઠા પગાર પંચના અમલ વખતે રોકડ રજાના રૂપાંતરનો સમાન નિયમ કરાતા શિક્ષકોને નિવૃત્તિ સમયે માત્ર ૧૫૦ દિવસની રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકતું હતું.