વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષકે છાત્રાને પીટતાં વિવાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજા ધોરણમાં ભણતી દીકરીનાં મારના નિશાન જોઇ વાલી ચોંકી ઊઠ્યાં વલ્લભ વિદ્યાનગર સ્થિત આઇ.બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધો.૨માં અભ્યાસ કરતી માસૂમ રિદ્ધિ બિલખીયાને ચિત્રના શિક્ષકે માર માર્યો હોવાની વાલીએ ચારૂતર વિદ્યામંડળને ફરિયાદ કરી હતી. આણંદ-વિદ્યાનગર રોડ પર બોકસ સ્ટાફ કોલોનીમાં રહેતાં પ્રદીપભાઈ બિલખીયાની દીકરી રિદ્ધિ વિદ્યાનગર સ્થિત આઇ.બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધો.રમાં અભ્યાસ કરે છે. પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે 'રિદ્ધિ ગુરુવારે સ્કૂલેથી પરત આવીને રડતી હતી. તપાસ કરતાં રિદ્ધિના પીઠના ભાગે તેમજ મોં પર મારના નિશાન જોવા મળ્યાં હતા. બીજા ધોરણમાં ભણતી માસૂમ દીકરી પર મારના નિશાન જોઇને અમે તુરંત સીવીએમના કાર્યાલય પર ફરિયાદ કરી હતી.’ તપાસ કરીને પગલાં લેવાશે સીવીએમના ઉપાધ્યક્ષ એસ.જી. પટેલે જણાવ્યું હતું કે 'આઇ.બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિ‌નીને માર માર્યો હોવાની વાલીએ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિ‌નીના શરીર પર મારના નિશાન પણ જોવા મળ્યાં હતા. જોકે, આ મામલે ગુરુવારે તપાસ કરીને કડક પગલાં લેવામાં આવશે.’