ગરબા જોઇને ઘરે આવેલી પરિણીતાએ આપઘાત કર્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલવાની ૨૧ વર્ષીય પરિણીતાએ ૧૯મીએ રાત્રે ૩ વાગ્યાના અરસામાં તેના ઘરે હેર ડાઇની બોટલ ગટગટાવી લેતાં તેને બેભાન હાલતમાં વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ શરીરમાં ઝેર પ્રસરી ગયું હોવાથી તબીબો તેને બચાવી શક્યા ન હતાં. હોસ્પિટલ પોલીસ ચોકીના સૂત્રોનાં જણાવવા પ્રમાણે બાલવામાં રહેતી તેજલબેન જીતુભાઇ દંતાણી નામની પરિણીત યુવતીના લગ્ન ૩ વર્ષ પહેલાં થયાં હતાં અને તેના સાસુ - સસરાની સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. રાત્રે તે ગરબા જોવા ગઇ હતી. ત્યાંથી પરત આવ્યા પછી મોડી રાત્રે હેર ડાઇની બોટલ પી ગઇ હતી. આ બનાવની તપાસ કલોલ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.