ખંભાતના તળાવમાંથી અજાણ્યાં યુવકની નિર્વસ્ત્ર લાશ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શરીર પર કાળો દોરો અને ગળામાં પેન્ડન્ટ મળી આવ્યું પોલીસે ગુમ વ્યક્તિની યાદી મંગાવી ખંભાત તાલુકાના ભૂવેલ ગામના તળાવમાંથી રવિવારે સવારે અજાણ્યાં યુવકની લાશ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. અજાણ્યો યુવક અને નિર્વસ્ત્ર મૃતદેહ હોઈ હત્યા કે આત્મહત્યા ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોએ ખંભાત રૂરલ પોલીસને જાણ કરતાં ખંભાત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. ભૂવેલ ગામની ભાગોળે આવેલા તળાવમાં ૩૦થી ૩પ વર્ષના લાગતાં યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ તરતી હોઈ પોલીસ તથા ગ્રામજનોએ દોરડા અને વાંસ વડે યુવકના મૃતહેદને બહાર કાઢયો હતો. જોકે, મૃતદેહ નિર્વસ્ત્ર હોઈ કોઇ જ માહિ‌તી ન મળતાં પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ હતી. પોલીસના મતે, લાશ ર૪થી ૩૦ કલાક પૂર્વે જ તળાવમાં પડી હોવી જોઈએ. તેનાં શરીર ઉપર ગળામાં કાળો દોરો અને લટકાવેલુ પેન્ડન્ટ છે જ્યારે હાથ ઉપર લાલ નાળાછડી બાંધેલી છે. યુવકનો મૃતદેહ મળતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટયા હતા. પોલીસે આસપાસના કલમસર, વત્રા, ધુવારણ, વટાદરા, ઉંદેલ સહિ‌તના ગામના અગ્રણીઓનો સંપર્ક કરી ખોવાયેલા વ્યકિતની માહિ‌તી તથા ઓળખ કરાવી હોવા છતાં આ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. પોલીસે હાલ લાશનો કબજો મેળવી તેને ખંભાતની સરકારી કેનેડી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપી છે. હત્યા કરાઈ હોવાની શંકા ર૪ કલાકના સમયગાળામાં જ યુવકને તળાવમાં નખાયો હોવાની પોલીસ માહિ‌તી આપી હતી. ઉપરાંત યુવક સંપૂર્ણ નિર્વસ્ત્ર હોઈ હત્યારાઓએ કોઈ જ નિશાની રાખી નથી યુવક ન્હાવા પડયો હોય તો તેનાં કપડાં કિનારે હોઈ તે પણ મળ્યાં નથી. યુવકની હત્યા કરાયા બાદ લાશને તળાવમાં નાખી દેવાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.