વીજદર વધારો પાછો ન ખેંચાય તો કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ સરકારે છેલ્લા ૩૬ મહિ‌નામાં ૧૦ વાર ફ્યૂઅલ સરચાર્જમાં વધારો ઝીંક્યો રાજ્યની ભાજપ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ વચ્ચેની ભાગબટાઈ અને સરકારી વીજ કંપનીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારને કારણે ગુજરાતના પ્રજાજનો વારંવાર વીજદરના વધારાનો ભોગ બની રહ્યા હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વીજદરમાં ઝીંકેલો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માગ કરી સરકાર સામે રાજ્યવ્યાપી આંદોલન છેડ વાનું એલાન કર્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે વીજદરમાં વારંવાર ભાવ વધારા માટે રાજ્ય સરકારની વહીવટી નિષ્ફળતા અને ભ્રષ્ટાચારની રીતરસમોને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે છેલ્લા ૩૬ મહિ‌નામાં ૧૦ વાર ફ્યૂઅલ સરચાર્જમાં વધારો ઝીંક્યો છે. એકતરફ રાજ્યના ખેડૂતોને ૮ કલાક વીજળી મળતી નથી અને સરકાર બીજા રાજ્યોને સરપ્લસ વીજળી વેચવાના જુઠ્ઠા દાવા કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી ગ્રાહકોને આપવામાં આવે છે. દેશના પાંચ રાજ્યોમાં ઊંચા વીજદરમાં ગુજરાત મોખરે છે. ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધુ વીજ જોડાણો માટે લાંબા સમયથી ખેડૂતો રાહ જોઈને બેઠા છે. ગુજરાત સરકાર ડાર્કઝોનના નામે ખેડૂતોને કૃષિ જોડાણ આપતી નથી. ૩ વર્ષમાં રૂ. ૧૦૦પ૧.૪૧ કરોડની વીજળી ખરીદાઈ કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં માનીતી ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૩૮૧૩.૭૩ કરોડની જંગી ખરીદી કરી છે. જેમાં માત્ર એક માનીતી કંપની પાસેથી જ રૂ. ૩,૮૧૩.૭૩ કરોડની વીજળી ખરીદાઈ છે. વીજદર વધારાથી રૂ. ૬,૮૯૭ કરોડખંર્ખેયા ગુજરાતમાં વિવિધ વીજ કંપનીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઝીંકાયેલાં વધારાને કારણે રાજ્યની આમ પ્રજા પાસેથી કુલ રૂ. ૬,૮૯૭ કરોડ ખંખેરી લેવામાં આવ્યા છે. વર્ષ---- બોજો(કરોડમાં) ૨૦૦૯---- રૂ. ૨,પ૧૯ ૨૦૧૦---- રૂ. ૧,૯૬૨ ૨૦૧૧---- રૂ. ૨,૪૧૬