Home » Madhya Gujarat » Latest News » City Bhaskar Ahmedabad » Started to E-Campaign for dry Holi

સૂકી હોળી માટે શરૂ થયું ઈ-અભિયાન

Divyabhaskar.com | Updated - Mar 06, 2012, 04:55 AM

સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ તેઓ ડ્રાય હોળી માટેનો મેસેજને ફેલાવશે

  • Started to E-Campaign for dry Holi
    યુવા અનસ્ટોપેબલ આવતી કાલે ‘ડ્રાય હોળી’નાં મેસેજની સાથે સેવ વોટરનો પણ મેસેજ ફેલાવશે ધુળેટીના એક જ દિવસમાં કરોડો લિટર પાણીનો વ્યય બિલકુલ યોગ્ય નથી તેવું માનતા યુવાનોની સંખ્યા વધી રહી છે અને સૂકી હોળીના અભિયાનમાં જોડાતા યુવાનોની સંખ્યા વધી રહી છે. સાત વર્ષથી ચાલતા યુવા અનસ્ટોપેબલ ઓર્ગેનાઇઝેશને હોળી માટે ખાસ ઇ-અવેરનેસ ફેલાવવાનું નક્કી કર્યું છે. તેમાં એક લાખથી પણ વધુ યુવાનો સમગ્ર ભારતમાંથી મેમ્બર બનેલાં છે. હવે આ સંસ્થાએ આ વર્ષે એક અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કર્યું છે. આ ડ્રાય હોળીનાં કેમ્પેઈન અંગે યુવા અનસ્ટોપેબલનાં વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન પવન જૈને કહ્યું, અમે મંગળવારે મ્યુનિસપિલ માર્કેટ ખાતે ૩૦-૪૦ કે તેથી વધુ લોકોનાં ગ્રુપ ભેગા મળીને લોકો સાથે વાતચીત કરી, પોસ્ટર્સ, જાદુ કી જપ્પી આપીને અને માત્ર ગુલાલનાં રંગોથી લોકોને રંગ લગાડીને લોકોને પાણી વગર માત્ર સૂકા રંગોથી હોળી રમીને પાણી બચાવવાનો મેસેજ પહોંચાડીશું. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત તેઓ દરેક સ્કૂલનાં પ્રિન્સિપાલને ડ્રાય હોળી રમવા માટે અને પાણી બચાવવા માટેનો એક મેઇલ મોકલીશું, જેને વિદ્યાર્થીઓ સુધી તેમનાં પ્રિન્સિપાલ પહોંચાડશે. વળી ફેસબુક અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ તેઓ ડ્રાય હોળી માટેનો મેસેજને ફેલાવશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending