ખરોદામાં બળદ બાંધવા જતાં યુવકનું સર્પદંશથી મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ તાલુકાના ખરોદા ગામે ઘરની આગળ બળદ બાંધવા ગયેલા યુવકના પગે સાંપે દંશ દેતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાયદેસરના કાગળો કર્યા હતાં.

ખરોદા ગામના રહેવાસી પોપટભાઇ વાલચંદભાઇ નીનામા સવારના આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘર આગળ બળદ બાંધવા માટે ગયા હતાં. તે વખતે ઘાંસ નીચે સંતાઇ રહેલાં એક સાંપે પોપટભાઇના પગે દંશ દીધો હતો. પોપટભાઇએ બૂમાબૂમ કરી મુકતાં એકઠા થયેલા પરિવારના લોકોએ તેમને સારવાર માટે દવાખાને ખસેડયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ મગને ફરિયાદના આધારે વધું તપાસ હાથ ધરી છે.